SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૩૧ ૪૭૭ આહાહાહા.... વાત ક્રમે કહેશે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય પણ થાય છે તો એક હારે, સમજાવવામાં તો ક્રમ પડે છે. આહાહા!દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયથી ભિન્ન થવાનો સમય તો એક જ છે. પહેલો દ્રવ્યન્દ્રિયથી જુદો પડે છે અને પછી ભાવેન્દ્રિયથી એમ કાંઈ નથી, સમજાવવાની શૈલી, તો શું કરે? આહાહા! અવલંબનકે બળશે “અતિ” અંતરંગમેં અસ્તિપણે, વ્યક્તપણે પ્રગટ, અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવકે આધારસે, અવલંબનકે બળશે, સર્વથા અપનેસે અલગ કિયા. આહાહાહા ! અલગ કરવાની રીત આ હૈ. ચૈતન્ય, પ્રગટ સૂક્ષ્મ સ્વભાવથી એના અવલંબનના બળસેં આહાહા... દ્રવ્યેન્દ્રિય જુદી હો ગઈ. દ્રવ્યેન્દ્રિય જુદી કરી એમ કહેવાય. એને કરું છું એમ ત્યાં નથી. પણ સમજાવવું શી રીતે એને? અંતરંગમાં ભેદ અભ્યાસના બળથી, પ્રાસ જે અંતરંગમાં અતિસૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ એના અવલંબનના બળથી, પ્રાપ્ત થઈ ગયો આત્મા. એણે દ્રવ્યેન્દ્રિય જીતી લીધી, એને દ્રવ્યન્દ્રિયને જીતી એમ કહેવામાં આવે. આહાહાહા... આવું સ્વરૂપ હવે માણસને એવું લાગે, માળા સોનગઢિયા નિશ્ચયાભાસ છે. એમ કહે છે. કહો બાપુ કહો. પ્રભુ એમ એકલી નિશ્ચયની વાતું, વ્યવહારની વાતું નથી આવતી ? ( શ્રોતા – મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે નિશ્ચય એટલે ખરી.) નિશ્ચય એટલે સત્ય અને વ્યવહાર એ તો ઉપચારિક છે. આહાહા ! છતાં વ્યવહાર આવે છે એ તો કહીએ છીએ કહ્યું ને. આહાહા! જ્યાં લગી પૂર્ણ વીતરાગ ન હો, જ્યાં લગી યથાખ્યાત ચારિત્ર ન હો, તબલગ જ્ઞાનીકો સમકિતીકો અનુભવીકો બી રાગધારા, દુખધારા આહાહા. દુઃખધારા એક સાથમેં રહેતી હૈ. આહાહાહા ! પણ એકત્વ હોય ત્યાં બે ધારા ક્યાં રહી? ત્યાં તો એકલી અજ્ઞાનધારા, રાગધારા રહી છું. આ તો ભિન્ન પડ્યો છે. ભિન્ન પાડી, અતિસૂક્ષ્મ ચૈતન્યના અવલંબનના બળ વડે દ્રવ્યેન્દ્રિય જુદી પાડી, જુદી કરી કહેવાય. તબ તો જ્ઞાનધારા ઉત્પન્ન હુઈ અને જબ અપૂર્ણતા હૈ, રાગ આતા હૈ, વ્યવહાર આતા હૈ, ઉસકો વ્યવહાર કહો, રાગ કહો, દુઃખ કહો. આહાહા ! સમજÄઆયા? બારમી ગાથામાં કહ્યું છે ને, વ્યવહારે જાણેલો પ્રયોજનવાન ૧૧મી ગાથામાં કહ્યું એકલો ભગવાન ભૂતાર્થ, સત્યાર્થ પ્રભુ અતિસૂક્ષ્મ વસ્તુ એનો આશ્રય લઈને સમ્યગ્દર્શન થાય, પછી ઉસકી પર્યાયમેં કાંઈ હૈ કે નહીં કાંઈ કે પર્યાયમેં કમજોરી હૈ, ઈતના રાગ હૈ ઔર શુદ્ધતા અપૂર્ણ હૈ એ શુદ્ધતા અપૂર્ણ અને કમજોરીનો રાગ છે, અને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. હૈ. સમજમેં આયા? અને ૧૧૦ કળશમાં એમ કહ્યું, તેને રાગની ધારા વેદનમેં અને આનંદની ધારા બેય એક સાથે હોય છે. આહાહા ! સમજમેં આયા? આવું છે. વાદ વિવાદે તો કંઈ પાર પડે એવું નથી આ. અપનેસે સર્વથા એકાંત તો નથી થઈ જતું ને. સર્વથામાં? આહાહા ! શરીર પરિણામને પ્રાપ્ત અને ભગવાન અતિસૂક્ષ્મ એ ભેદના અભ્યાસથી પ્રાપ્ત, એ ભિન્ન પડી ગયું. આહાહા ! સો યહ દ્રવ્યેન્દ્રિયોંકો જિતના હુવા. તો એ દ્રવ્યેન્દ્રિયને જીતી એમ કહેવામાં આવ્યું. આ પ્રકારે હોં આ રીતે ઈદ્રિયને કાપવી અને આમ ઓલા સૂરદાસમાં આવે છે કે વૈશ્યાને જોવાનું નહીં આંખો
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy