SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ સમયસાર સિદ્ધિ ભાગ-૨ કંદ આગળ પ્રભુ, એ ભગવાનની વાણી અને ભગવાન પોતે ઇન્દ્રિય છે. આહાહાહા.. એટલે કે એ પુદગલ છે, એટલે કે એ પર છે. આહાહાહા... એ શરીર છે. એનું નગરનું વર્ણન એ આત્માનું વર્ણન નથી. વિકલ્પથી જે વર્ણન થાય ભગવાનના ગુણનું ભલે, પણ એ આત્માનું વર્ણન નથી. આહાહાહા ! ગજબ શૈલી ! દિગંબર સંતોની, ગજબ વાત, ગજબ વાત ક્યાંય છે નહીં એવી વાત. આહાહાહાહા ! શ્લોક મૂક્યો-ર૬ કળશ. नित्यमविकारसुस्थितसर्वाङ्गमपूर्वसहजलावण्यम् । अक्षोभमिव समुद्रं जिनेन्द्ररूपं परं जयति ।। २६ ।। શ્લોકાર્થ - જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. “નિત્યમ્ અવિકાર-સુસ્થિતમ્ સર્વાડગમ્” જેમાં સર્વ અંગ હંમેશાં અવિકારી ઠરી ગયેલ શાંત શાંત શાંત શાંત, આહાહા. સારી રીતે સુખરૂપ સુસ્થિત છે. પણ એ તો પરની શરીરની વાત છે. અપૂર્વ સહજ લાવણ્યમ્, જેમાં જન્મથી જ અપૂર્વ અને સ્વભાવિક લાવણ્ય છે. સર્વને પ્રિય લાગે એવી લાવણ્યતા છે. આહાહા... શરીરની એટલી સુંદરતા અને નમણાઈ અને લાવણ્યતા દેખનારને પ્રિય લાગે પણ એ તો બધુ નગરનું વર્ણન, શરીરનું વર્ણન થયું. અરે એના ગુણનું વર્ણન કરે તો પણ વિકલ્પ છે ને? પરદ્રવ્ય છે ને? આહાહાહા. એમાં આ આત્માનું વર્ણન ન આવ્યું. આહાહા ! સમુદ્ર ઈવ અક્ષોભ- જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ રહિત છે. શાંત શાંત એક છોકરાને જોયો તો ૮૦ ની સાલમાં, બોટાદ કોણ જાણે કેવો સાત આઠ વર્ષનો છોકરો પણ જુઓ તો આમ ગંભીર ગંભીર ગંભીર, આમ બેઠો હોય તો જાણે કાંઈ ચપળાઈ નહીં કાંઈ નહીં- સામાયિક લઈને બેઠો તો એના બાપ હારે આવ્યો તો ૮૦ ની વાત છે બોટાદ. પણ એના શરીરની કોણ જાણે એટલી ગંભીરતા કે બાળકપણું જ ન દેખાય. આ તો એક સાધારણ પુણ્ય હિન પ્રાણી, આહાહા. એના બાપને કીધુંતું કે આ છોકરો આમ ગંભીર મુદ્રા, કોઈ દિ' કાંઈ હસવુ કે કાંઈ વિસ્મય લાગે કાંઈ નહીં કહે. આઠ વર્ષનો બાળક હતો ૮૦ ની વાત છે ૨૦ ને ૩૪ ચોપન વર્ષ થયા. આ તો ત્રણ લોકનો નાથ એના શરીરની લાવણ્યતાનું શું કહેવું, છતાંય એ તો પરદ્રવ્યના ગુણ છે. આહાહાહા..... ભગવાનના ગુણ ગાવા. ભગવાનના ગુણ ગાવા એ પણ શરીરના ને પરના છે, આત્માના નહીં. આહાહા ! આવું આકરું કામ ભાઈ કારણ કે ભગવાનના ગુણો ગાવા એ ગુણો કાંઈ તારા નથી. એ તો તારી અપેક્ષાએ તો એ બધા ગુણો જ નથી. આહાહા... આ ભાવની અપેક્ષાએ ભગવાનનો ભાવ તે અભાવ છે. આહાહાહાહા ! આવું છે. વીતરાગ માર્ગ બહુ ગંભીર ભાઈ. આહાહા! અગાધ ગંભીર ભાઈ. આહા... એનો નિશ્ચય અને એનો વ્યવહાર ને એ કંઈ વાત છે! આહાહા ! આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થકર કેવળી પુરુષનું સ્તવન થતું નથી. આહાહાહા.. શુભરાગથી વિકલ્પથી ભગવાનના ગુણ ગાન ગાવા એ પણ શરીરના છે, આત્માના નહીં, આહાહાહા... તારા આત્માના નહીં. જો કે તીર્થકર કેવળી પુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે નિમિત્તનું, તો પણ સુસ્થિત સર્વાગપણું અને લાવણ્ય આદિ આત્માના ગુણ નહીં હોવાથી, તીર્થંકર કેવળી પુરુષને તે ગુણોનો અભાવ છે. આહાહાહા ! એટલે કે આ
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy