SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ સમયસાર સિદ્ધિ ભાગ-૨ પાપ આડે આખો દિ' શેઠીયા શું તમારે કહેવાય ? ( શ્રોતાઃ- આમાં વાણિયા ઘણાંય આવશે. ) વાણિયા જ આવવાના ને બધા. ઓલામાં એમ લખ્યું છેને ભાઈએ જૈન ધર્મ અત્યારે વાણિયાને વ્યવસાયવાળાને આવી ગયો છે. વ્યવસાય આખો દિ' ધંધા પાપ બાયડી છોકરા કુટુંબ દવાખાના ઈન્જેકશન આ દવા લીધી ને આ કર્યું ધૂળે ધૂળ. ( શ્રોતાઃ- માંદા પડે તો શું કરવું ?) કોણ માંદો પડે ? ( શ્રોતાઃ- શરીર માંદુ પડે. ) શરી૨ ? એ તો જડ છે, અને જડની અવસ્થામાં આત્મા નથી. આત્મામેં રોગ છે એ તો મિથ્યાત્વ અને રાગ દ્વેષનો રોગ છે. પણ એ રોગમાં પણ વ્યાપેલો આત્મા છે. સમજાણું કાંઈ ? આહાહાહા ! આહાહાહા ! કોઈ ઈશ્વરે એને વિકા૨ ક૨ાવ્યો છે, કે કર્મનું બહુ જોર આવ્યું અંદ૨માં માટે વિકા૨ ક૨વો પડે છે એમ છે નહીં. એની પર્યાયનું સ્વરૂપ જ વિકૃત થવું તે કાળે, એ રીતે એનો વ્યાપેલો આત્મા એમાં ૨હેલો છે. છઠ્ઠા શ્લોક અમારા જિનેશ્વરદાસજી ( કહા ) કે ભાઈ આયે હૈ ના, એમના માટે આજ હિન્દી લ્યો કીધું. હવે મંગળવારે શરૂ હોગાને આપણે, શિક્ષણ શિબિર. આહાહા ! ભાવ તો હૈ યે હૈ. હિન્દીમાં આવે પણ વસ્તુ તો જે છે તે જ છે ને ભૈયા. આહાહા ! પહેલાં જ્ઞાનમાં આત્મા દ્રવ્ય ને ગુણ પર્યાય સ્વરૂપ છે ઐસા પહેલે ઉસકો જ્ઞાન હોના ચાહિએ, એ જ્ઞાન સમ્યક્ નથી. પણ એ જ્ઞાનનું અંગ પહેલે પ્રગટ હોના ચાહિએ. ઓલામાં આવ્યું છે ને ? એમકે ભેદ બતાવવો છે તે જ્ઞાનનો અંગ છે. એમાં એ જ્ઞાનનો અંગ એ જાતનો સાચો થાય છે. સમ્યગ્નાન નહીં, પણ જ્ઞાન અંદર, દર્શન જ્ઞાન ચારિત્ર તે આત્મા એમ બતાવવું, પણ એમાં એક જ્ઞાનનો અંગ ત્યાં સિદ્ધ થાય છે એક વ્યવહા૨નો, કળશ ટીકામાં છે. સમજાણું કાંઈ ? આમાં જ છે, પાંચમાં કળશમાં કળશ ટીકા છે ને ? જુઓ લ્યો એ જ નીકળ્યું. પાંચમો કળશ છે ને ? “તેવી રીતે ગુણગુણીરૂપ ભેદ કથન જ્ઞાન ઉપજવાનું એક અંગ હૈ” એ જાતનું જ્ઞાન થાય છે પહેલું, એ સમ્યગ્નાનની અહીં વાત નથી. આ ગુણગુણીનું ભેદ કથન, એ વ્યવહારનય, આહાહા ! ગુણગુણીરૂપ ભેદકથન એ જ્ઞાન ઉપજવાનું એક અંગ છે, જીવનું લક્ષણ ચેતના ઈતના કહેતે પુદ્ગલાદિ અચેતન દ્રવ્યોસે ભિન્નપણાકી પ્રતીતિ ઉપજતે હૈ, તેથી જબ અનુભવ થાય ત્યાં સુધી ગુણગુણીરૂપ ભેદ કથન જ્ઞાનનું અંગ હૈ. જાનનેમેં ઈતના આતા હૈ, પછી અનુભવ તો ઉસકો છોડકર હોતા હૈ. આહાહા ! સમજમેં આયા ? ભાઈ ! વીતરાગ માર્ગ ! જિનેશ્વ૨ ૫૨મેશ્વર માર્ગ. ( શ્રોતાઃ– વ્યાસનો શું અર્થ કર્યો છે કળશ ટીકામાં ?) એ વ્યાપેલો જ છે, એમાં. એ તો છઠ્ઠાની વાત થઈ. આ તો પાંચમાની વાત છે. એ તો પહેલાં આવી ગયું છે ને, અસ્તુ ? ચારિત્રની એ તો લાંબી વ્યાખ્યા છે. અહીં તો સમકિતની પહેલી વ્યાખ્યા કરી છે. એમાં આવી ગયું છે, શુદ્ધ જીવને અનુભવતા ત્રણેય છે. જોયું ? શું કીધું ? અહીં તો દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય પર્યાયનયનો વિષય છે, એ છે એમ વિકાર પણ છે એમ લઈ લેવું. ,, પણ શુદ્ઘનયથી જોતાં નિર્વિકલ્પ વસ્તુ માત્રને જોતાં શુદ્ધપણું તે રૂપ છે. વસ્તુ પણ એ જ છે ને ? વસ્તુ સ્થિતિ છે ને ? “ એતત્ નિયમાત સમ્યગ્દર્શન ” – વ્યાક્ષુઃ વ્યાપુઃ શબ્દ એમાં છે ને. લાંબુ છે ને એટલે એતત્ નિયમાત્ સમ્યગ્દર્શન. (શ્રોતાઃ- છેલ્લી ચાર લીટી લ્યો.) હા છે, જુઓને, કીધુંને, “સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય નવ તત્ત્વરૂપ પરિણમ્યું છે” આ ભાષા એ કરી, 66
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy