SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ સમયસાર સિદ્ધિ ભાગ-૨ કરે, આ સમ્યગ્દર્શન પાનેકી કળા, આ વાત હૈ ભાઈ. આહાહા ! શાસ્ત્રમાં આવે દેવ દર્શન-દેવની ઋદ્ધિ મોટી હોય તેને દેખવું-એનાથી સમકિત પામે એ તો નિમિત્તના કથન છે. આહાહા ! એવું તો અનંતવાર થયું છતાં થયું કરે ત્યારે એને નિમિત્ત તરીકે કહેવાય. આહાહાહા! નંદીશ્વર દ્વીપ ભગવાન બાવન જિનાલય ૧૦૮–૧૦૮ પ્રતિમા છે રતનની શાશ્વત, દેવો મહોત્સવ કરવા ત્યાં કાયમ જાય છે. કારતક સુદ ૮ થી ૧૫. ચૈત્રસુદ ૮ થી ૧૫. અષાડ સુદ ૮ થી ૧૫ ત્રણ વાર, એવું તો અનંતવાર કર્યું છે. આહાહાહા ! એ તો શુભભાવ છે પુણ્યબંધનું કારણ છે. આહાહાહા! આ ભગવાન જિનબિંબ પ્રભુ, (નિજાત્મા) આહાહા ! એના દર્શન અને અવલોકન કરનેસે મિથ્યાત્વકા ક્ષણમેં નાશ હો જાયેગા. આહાહા ! પ્રકાશ હુઆ ત્યાં અંધારા રહે શકે નહીં. આહાહાહા.. તેરી ભ્રાંતિ નાશ હો જાયેગી ભગવાનના દર્શન કરનેસે ભ્રાંતિકા નાશ હો જાયેગા, આ( નિજ) ભગવાન હોં. આ વાંધા ઉઠાવે આ લોકો બહારના બધા શાસ્ત્રમાં એવું આવે દેવની ઋદ્ધિ દેખવાથી, આહાહાહા વેદનાથી આવે છે ત્યોને? નારકીની મહા તીવ્ર વેદનાથી સમકિત પામે પણ વેદના તો અનંતવાર થઈ છે કેમ પામ્યો નહીં? એ તો જેને એ પામવામાં અંદર જાય છે, તેનું લક્ષ આમ અંદર જાય છે. આહાહાહા! આ? અરેરે આ દુઃખ આ? એનું લક્ષ થાય છે, એ લક્ષ ફેરવી નાખે છે. ત્યારે વેદનાથી થયું એમ કહેવામાં આવે છે. આહા ! એની પીડા બાપુ, નરકની પીડા બાપુ દસ હજાર વર્ષની સ્થિતિ પહેલી નરકે, જઘન્ય સ્થિતિ દસ હજાર, ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગર પહેલી નરકે એમ જાવ સાતમી નરકે ૩૩ સાગર. આહાહા! હજારો વીંછી ઠાકરીયા કડક વીંછી હોતા હૈ ને, એ કરડાવે આમ, એથી પણ પીડા અનંત ગુણી હૈ ત્યાં. ભાઈ તું ત્યાં અનંતવાર રહ્યો છો પ્રભુ. આહાહા ! એટલે શાસ્ત્રમાં એમ આવે કે વેદનાથી પણ પામે, પણ કોણ ? એ વેદનાનું લક્ષ કર્યું કે અરેરે આ? કોણ છું? એમ જે આત્મામાં ગયો એ વેદનાથી ગયો એમ નિમિત્તથી થયું એમ કહેવામાં આવે છે. આહાહા ! એવી વેદના તો પ્રભુ અનંતવાર સહન કરી ભાઈ. આહાહા! મનુષ્યપણે પણ વેદનાનો પાર નહીં. આહાહા ! ઈયળું પડે હોં. આહાહા ! કહ્યું 'તું ને એક ફેરી લાઠીની એક છોડી, લાઠીની લડકી થી ૧૮ વર્ષની નાની ઉંમરે બે વર્ષનું પરણેતર એમાં શીતળા નીકળ્યા. શીતળા શું કહેવાય આ? ( શ્રોતા – ચેચક) ચેચક એકેક દાણે એકેક ઈયળ, કીડા તળાઈમાં સૂવે પણ, આહાહા... રોવે રોવે રોવે... ૧૮ વર્ષની જુવાન છોડી, (બોલે) માં મેં આવા પાપ આ ભવમાં કર્યા નથી. મારાથી સહ્યા જાતા નથી- રહી શકાતું નથી, શું કરું? આહા... એ એમને એમ મરી ગઈ. લાઠી. આહાહા... એવા તો પ્રભુ અનંતવાર... એ તો સાધારણ હૈ, પણ જીવતા રાજકુમારના લગ્ન હોય આજના, જેમાં કરોડોઅબજો રૂપીયા ખચ્યું હોય એ જુવાન ૨૫ વર્ષનો જુવાન એને તાતાની અગ્નિમાં નાખે જીવતો, તાતાની અગ્નિ છે ને? જમશેદપુર જોયું છે ને, આહાહા... અમે ત્યાં ગયા હતા. જમશેદપુર-ભાઈ ત્યાં હતા ને નરભેરામભાઈ જોવા ગયા'તા ત્યાં મોટુ બને છે લોઢાનું ત્યાં અગ્નિ અગ્નિ ભડ ભડ ભડ, એ જુવાન રાજકુમારના લગ્ન આજના ને અબજો રૂપીયાના ખર્ચે, એને જીવતો નાખે અગ્નિમાં, એ પીડાથી અનંત ગુણી પીડા નારકીની અંદર છે પ્રભુ. આહાહા! આહાહાહા ! એવી પીડા પ્રભુ તે અનંતવાર સહન કરી છે. એકવાર હવે તારા આનંદને જોને હવે. આહાહા...
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy