________________
૩૫૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પ્રભુ એ અશુચિ હૈ, મેલ હૈ, નાકનો ગુંગો હૈ મેલ. એ મેલ હૈ તો એ અચેતન હૈ, જડ હૈ, ભગવાન ! એમ લિયા હૈ શબ્દ, ભગવત્ તુમ તો આનંદ નિર્મળ જ્ઞાનસ્વરૂપ હૈ ને પ્રભુ. આહાહાહા! સમજમેં આયા?
અહીંયા એ રાગને પુગલ તરીકે ગણી અને અપના આત્માના હૈ ઐસે અજ્ઞાની માનતે હૈ. ગણી કોણે? આ અજ્ઞાનીએ ગણી. આહા! એ રાગકો અપના માનતે હૈ, અને એ રાગ કરતે કરતે કલ્યાણ હોગા. આહાહાહાહા ! એ પંચમહાવ્રત પાળતે વ્યવહાર રત્નત્રય કરતે, પુદ્ગલ કરતે કરતે પુગલસે ચૈતન્ય જાગૃત હોગા ? આહાહા ! યહ, દુરાત્મનામ્ ! આહાહા! કયોંકિ રાગકો અપના માનતે હૈ એ તેરી આત્મા દૂરાત્મા હૈ. આહાહાહા ! આત્મઘાત કરનેવાલે, આત્મઘાત કરનેવાલે આહાહાહાહા... એ રાગકા કણ ઉત્પન્ન હુઆ વિકલ્પ વૃત્તિર્યા, દયા, દાન, વ્રત, ભક્તિ આહાહાહાહા.. એ રાગકી વૃત્તિકો આહાહા.... અપના માનનેવાલા આત્મઘાતી હૈ, આત્માકા ઘાત કરનેવાલા હૈ પ્રભુ તું. આહાહાહા ! આવી તો દિગંબર સંતો કરુણાસે વાત કરતે હૈ. આહા! જંગલવાસી સંતો સિદ્ધની સાથે વાતો કરનારા, એ જગત પાસે જાહેર કરે છે. આહાહાહા !
કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયે થે સંવત ૪૯, ૨000 વર્ષ પહેલે, ભગવાન તો બિરાજતે હૈ અભી પાંચસે ઘનૂષકા દેહ હૈ, આહાહા ! ત્યાં આઠ દિન રહે, ઔર ત્યાં શ્રુતકેવળી પાસે ભી ચર્ચામેં કિતના સમાધાન હુઆ, વો અહિંયા આયા આ શાસ્ત્ર બનાયા. આહાહાહાહા!ત્રણલોકનો નાથ સીમંધર ભગવાન, સીમમ્” અપની મર્યાદામેં રહેનેવાલા આનંદમેં, વીતરાગ સ્વભાવમેં, એ સીમંધર ભગવાન પાંચસે ધનૂષ દેહ કરોડ પૂર્વનું આયુષ્ય હૈ. શ્વેતામ્બરમાં એને ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય કહે છે. (ઐસા નહિં) કરોડ પૂર્વનું આયુષ્ય હૈ. શ્વેતામ્બરે બધી કલ્પિત વાતો બહુ કરી નાખી. શું કરીએ? કેમ? અરેરે! (શ્રોતા- એને ટેકો દેનારા મળ્યા) એ તો બધાં અજ્ઞાનીઓ હોય તો મળે ને ભેગા. આહાહા! ક્રોડપૂર્વનું પ્રભુનું આયુષ્ય છે. બિરાજમાન સમોશરણમાં છે. આહાહા. ત્યાં આઠ દિન રહે થે. ત્યાંસે આકર આ બનાયા, પીછે હજાર વર્ષ પછી અમૃતચંદ્રાચાર્ય હુઆ, આ ઉસકી ટીકા હૈ. આહાહા !
હે આત્મઘાતી ! આહાહાહા... ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ સ્વરૂપી પ્રભુ એવા સ્વભાવભાવને નહિં માનનેવાલા અને અસ્વભાવ રાગ પુગલ હૈ ઉસકો માનનેવાલા આત્મઘાતી હૈ! તે આત્માના શુદ્ધ સ્વભાવકા અનાદર કિયા એ તે આત્માકા ઘાત કિયા. યુગલજી! આવી વાત છે. આહાહાહા ! ચાહે તો રાગ શાસ્ત્ર શ્રવણનો હો. આહાહાહા ! શાસ્ત્ર કહેનેકા વિકલ્પ હો, પણ એ રાગ પુદ્ગલ હૈ, આહાહાહા ! પ્રભુ એમાં ચૈતન્યના નૂરના તેજનો પ્રવાહ ન આવ્યો ઉસમેં. આહાહાહા ! એમાં સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રમ્ શુદ્ધ ચૈતન્યના પ્રવાહુ આતા હૈ. આહાહાહા ! રાગ ને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ ભાવ કે હિંસા-જૂઠું ચોરી વિષય ભોગ વાસના એ ભાવમેં ભગવાન ચૈતન્યના રસ અંશેય ન આયા. આહાહા ! જેમાં અચેતનપણા પુદ્ગલપણા પ્રભુ તેં ઈસકો અપના માન્યા, તું આત્મઘાતી હૈ પ્રભુ! આહાહાહા ! (શ્રોતા – સ્વભાવ અને અસ્વભાવની સ્પષ્ટતા સારી આવે છે ) વાત સાચી, આવી વાતું છે ભાઈ બાપુ શું થાય? આહાહા !