SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૨૩ થી ૨૫ ૩૪૯ હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છે અજ્ઞાનથી મોહિતમતિ બહુભાવસંયુત જીવ જે, “આ બદ્ધ તેમ અબદ્ધ પગલદ્રવ્ય મારુ”તે કહે. ૨૩. સર્વજ્ઞજ્ઞાનવિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે, તે કેમ પુગલ થઈ શકે કે “મારું આ તું કહે અરે! ૨૪. જો જીવ પુદ્ગલ થાય, પામે પુગલો જીવત્વને, તું તો જ એમ કહી શકે “આ મારું પુદ્ગલદ્રવ્ય છે”. ૨૫. ગાથાર્થ-[અજ્ઞાનમોહિત મતિઃ]જેની મતિ અજ્ઞાનથી મોહિત છે[વઘુમાવ-સંયુp:] અને જે મોહ, રાગ, દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે એવો [ નીવ:] જીવ [ મળતિ] એમ કહે છે કે [ રૂવં] આ [વદ્ધમ તથા મવદ્ધ] શરીરાદિ બદ્ધ તેમ જ ધનધાન્યાદિ અબદ્ધ [પુનિંદ્રવ્યમ] પુદ્ગલદ્રવ્ય[મન] મારું છે. આચાર્ય કહે છે: [ સર્વજ્ઞજ્ઞાનES:] સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો છે [નિત્ય] સદા [૩૫યો નક્ષ:] ઉપયોગલક્ષણવાળો [ નીવડ] જીવ છે [ :] તે [પુનિંદ્રવ્યોમૂત:] પુગલદ્રવ્યરૂપ [ થં કેમ થઈ શકે [ યત]કે [ ભ]િ તું કહે છે કે ફુવં મમ] આ પુદ્ગલદ્રવ્ય મારું છે? [ ]િ જો [ :] જીવદ્રવ્ય [પુનિદ્રવ્યમૂત:] પુદ્ગલદ્રવ્યરૂપ થઈ જાય અને [ફતરત] પુગલદ્રવ્ય [ નીવત્વમ] જીવપણાને [માતમ] પામે [તત] તો [વજું શp:] તું કહી શકે [૨] કે [gવં પુદ્ગલં દ્રવ્યમ] આ પુદ્ગલદ્રવ્ય [ મ મ ] મારું છે. (પણ એવું તો થતું નથી.) ટીકા- એકીસાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ) અનેક પ્રકારના વર્ણવાળા *આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિકપાષાણ જેવો છે, અત્યંત તિરોભૂત (ઢંકાયેલા) પોતાના સ્વભાવભાવપણાથી જે જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે, અને મા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે-એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહિ કરીને, પેલા અસ્વભાવભાવોને જ (પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ) પોતાના કરતો, પુદ્ગલદ્રવ્યને “આ મારું છે' એમ અનુભવે છે. (જેમ સ્ફટિકપાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેકવર્ણરૂપપણું દેખાય છે, સ્ફટિકનો નિજ ક્ષેત-નિર્મળભાવ દેખાતો નથી તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહ્યો છેદેખાતો નથી તેથી પુગલદ્રવ્યને પોતાનું માને છે.) એવા અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે કે - રે દુરાત્મ! આત્માનો ઘાત કરનાર ! જેમ પરમ અવિવેકથી ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહારને ખૂણ સહિત ખાઈ જાય છે એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ, છોડ. જેણે સમસ્ત સંદેહ, * આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ.
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy