SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ સમયસાર સિદ્ધિ ભાગ-૨ દર્શન જ્ઞાન ચારિત્રના પરિણમન, પરિણમનકા વિચાર, આ અભેદ હૈ ને શુદ્ધ હૈ, આ ભેદ હૈ ને અશુદ્ધ હૈ. ઐસા વિકલ્પસે બસ થાઓ. આહાહાહા ! આવો ઉપદેશ વે, નવરાશ માણસને ન મળે, આખો દિવસ કામ, હવે આવું એને સમજવું ક્યારે સમજે એ. આહાહા ! નવરાશ કયા કહતે હૈ, ફુરસત, કુ૨સત નહીં ૨૦–૨૨ કલાક ધંધા ને વેપાર ને પાપમાં આખો દિવસ હોંશ ને હરખ, પૈસામાં ને બાયડીમાં ને છોકરામાં ધંધામાં. આહાહા ! આહાહા ! હોંશું-હોંશું હોંશ આમ જાણે, આહાહા... ક્યાંય ઘાત (હિંસા ) થઈ જાય આત્માકા ખબર નહીં. આહાહા ! ૫૨ની હરખું હોંશિંડા મત હોંશ ન કિજીએ, એક સાય આતી હૈ, એ સજજાય માળા હૈ ને એ ચા૨ ? ઉસમેં આતા હૈ, ૫૨મેં હોંશ ન કર પ્રભુ, ૫૨મેં રાજી ન થા. આહાહા ! તેરા આનંદકા નાથ પડા હૈ ત્યાં જાને પ્રભુ આહા... ત્યાં તેરે આનંદકી હોંશ આયેગી. આનંદ કા અનુભવ હોગા. આહાહા ! બહારમાં ભટકા ભટક કરતે હૈં અહીંથી આ રાજી, આ રાજી, પૈસા મિલા ને આબરૂ મિલી ને કિર્તી મિલી ને, શરીર સુંદર ને લડકા મિલા આઠ–આઠ દસ-દસ બાર-બાર લડકા. આહાહા... બે-બે વર્ષે એક થાય તો ચોવીસ વર્ષે બાર. બાર દિકરા ( શ્રોતાઃ- બાર ભાયા ) બારભાયા છે ને અમારે વીંછીયામાં છે વીંછીયામાં છે બારભાયા બબ્બે વર્ષે દિકરો થાય તો ચોવીસ વર્ષે બાર થાય. વીસ વર્ષે પરણ્યાં હોય ત્યાં તો ચુમ્માલીસ-પીસ્તાલીસ વર્ષે તો બાર છોકરા થઈ જાય, ધૂળ ધાણી ને વા પાણી હૈ. આહાહાહા ! ( શ્રોતાઃ- અનંત ભવથી આ કર્યુ હશેને ?) આ જ કર્યુ છે. આમ જરાકમાં પૈસા થાય ને હોંશ ને, છોકરા રળેને હોંશને હરખને ( શ્રોતાઃ– છોકરા ૨ળેને અને ખેતરમાંથી ઉપજ આવેને દિકરાવ કમાય ) ધૂળમાં હૈ નહીં, શું કમાય ? આહાહા ! દિકરા કોના ? પૈસા કોના ? ખેતર કોના ? આહાહાહા ! આબરૂ ગુડવીલ ને નાક લાંબા છે, કાપી નાંખવાના છે. આહાહા ! અહીં કહેતે હૈ ભાષા કૈસી વા૫૨ી હૈ મેચક તે ભેદરૂપ અને અનેકાકા૨, પર્યાયનાં ભેદો તે ભેદરૂપ અનેકાકા૨ને મેચક મલિન. અમેચક એટલે અભેદરૂપ અને એકાકાર નિર્મળ એમ, એમ લેનાં, ‘એ ચિંતયા એવ અલમ્' ઐસી ચિંતાસે બસ હો. આ સાધ્ય આત્માકી સિદ્ધિ તો, આહાહા... સ્વભાવકે આશ્રયસે દર્શન જ્ઞાન ચારિત્રરૂપે પરિણમના એ મુક્તિકા ઉપાય હૈ. આહા ! સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકા ધ્યેય બનાકર દ્રવ્યકો, આહાહાહા... અભેદકો અમેચકકો ધ્યેય બનાકર, દર્શન જ્ઞાન ચારિત્રપણે પરિણમના નિર્મળ સમ્યક્ હોં નિશ્ચય, વ્યવહારની અહીંયા વાત હૈ નહીં. આહાહા !નિશ્ચય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ઔર ચારિત્ર તીન ભાવોંસે એ હોતા હૈ, અન્ય પ્રકા૨સે નહીં એ વ્યવહા૨ની ક્રિયાસે અને ભેદસે ને રાગાદિસે મુક્તિ નહીં હોતી. આહાહા ! સમજમેં આયા ? વ્યવહા૨ રત્નત્રયકા કહ્યા હોઈ કોઈ ઠેકાણે, ભિન્ન સાધ્ય સાધન, પણ એ તો સાધનકા જ્ઞાન કરાયા હૈ. આહાહાહા ! ત્યાં પકડે કે દેખો ભિન્ન સાધ્ય સાધન કહા હૈ, અરે પ્રભુ ! સાંભળ તો ખરો ભાઈ, એ તો રાગકી મંદતાકી યોગ્યતા થી તો ઐસા જ્ઞાન કરાયા, એ તો સુળતાલીસ નયમેં ભી ઐસા આયા હૈ, વ્યવહારનયસે હોતા હૈ, ક્રિયાનયસે મુક્તિ હોતી હૈ, જ્ઞાનનયસે મુક્તિ હોતી હૈ આરે પ્રભુ, આહાહા... એ તો એક જ સમયમેં ઐસી યોગ્યતા ગિનનેમેં આઈ
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy