SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર. સમયસાર સિદ્ધિ ભાગ-૨ હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે - શ્લોકાર્થ:-[J માત્મનઃ] આ આત્માને [ રૂદ્રવ્યાન્તરેગ્ય: પૃથ વર્ણનમ] અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો)[તતyવનિયમતિ સભ્યનમ]તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. કેવો છે આત્મા?[ વાસ્તુઃ] પોતાના ગુણ-૫ર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે?[ શુદ્ધનયત: ત્વેનિયતસ્ય]શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે?[પૂર્ણ-જ્ઞાન-ઘનશ્ય] પૂર્ણજ્ઞાનઘન છે.[]વળી[તાવાન યંગાત્મા] જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. [ તત] તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે [મામ નવ-તત્ત્વ-સત્તતિં મુવા] આ નવતત્વની પરિપાટીને છોડી, [ hયમ માત્મા : ૩સ્તુ નઃ] આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો. ભાવાર્થ-સર્વ સ્વાભાવિક તથા નૈમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણપર્યાયભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો-શુદ્ધનયથી જ્ઞાયકમાત્ર એક-આકાર દેખાડવામાં આવ્યો, તેને સર્વ અન્યદ્રવ્યો અને અન્યદ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. વ્યવહારનય આત્માને અનેક ભેદરૂપ કહી સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે, નિયમ રહેતો નથી. શુદ્ધનયની હદે પહોંચતાં વ્યભિચાર રહેતો નથી તેથી નિયમરૂપ છે. કેવો છે શુદ્ધનયનો વિષયભૂત આત્મા? પૂર્ણજ્ઞાનઘન છે-ન્સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાનસ્વરૂપ છે. એવા આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે. તે કાંઈ જુદો પદાર્થ નથી-આત્માના જ પરિણામ છે, તેથી આત્મા જ છે. માટે સમ્યગ્દર્શન છે તે આત્મા છે, અન્ય નથી. અહીં એટલું વિશેષ જાણવું કે નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે કારણ કે વસ્તુને સર્વજ્ઞનાં આગમનાં વચનથી જાણી છે; તેથી આ શુદ્ધનય સર્વદ્રવ્યોથી જુદા, આત્માના સર્વ પર્યાયોમાં પ્રાસ, પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ-સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે. આ વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, શુદ્ધનયે દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે તે શ્રદ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યગ્દર્શન નથી. તેથી આચાર્ય કહે છે કે એ નવ તત્ત્વોની સંતતિને (પરિપાટીને) છોડી શુદ્ધનયનો વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો; બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે, કોઈ નયપક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે-આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે, તો એટલી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે કે નહિ? તેનું સમાધાન -ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ આત્માને માને છે; જો એટલી જ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો તો સૌને સમ્યકત્વ સિદ્ધ થઈ જશે. તેથી સર્વશની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન થવાથી જ નિશ્ચય સમ્યકત્વ થાય છે એમ સમજવું. ૬.
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy