SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક - ૫ જણાવ્યું પણ એ આદરણીય નથી. આહાહાહા ! કેમકે નિશ્ચયથી દ્રવ્ય સ્વભાવ એવો છે, ભગવાન આત્માનો ગુણ સ્વભાવ એવો છે કે, વિકારપણે પરિણમન રહિત થવું એ એનો ગુણ છે. શું કહ્યું? વિકારપણે જે પરિણમે છે, ષકારક રૂપે, વિકૃત અવસ્થા તેથી રહિતપણું થવું એ એનો ભાવ નામનો ગુણ છે. ભાવ નામનો એક ગુણ છે. વિકૃતપણા(ના) પરિણમનથી રહિત થવું એ એનો ગુણ છે. વિકૃતપણાથી સહિત થવું એવો એનો કોઇ ગુણ નથી. આહાહાહા ! અનંતગુણ છે, પણ એમાં કોઈ એવો ગુણ નથી કે વિકારપણે ગુણ થાય એવો કોઇ ગુણ નથી. આહાહાહા! એટલે એનામાં એક ગુણ એવો છે કે ષકારકરૂપે પરિણતિ જે વિકૃત અવસ્થા વ્યવહારની રાગની થાય જેને હસ્તાવલંબ કહે છે. આહાહાહાહા ! એનાથી રહિતપણે પરિણમન (થાય) એવો એનો એ ગુણ છે. એ વ્યવહારથી થાય એવો તો ગુણ એનામાં નથી. કેમ કે અનંતા ગુણો નિર્મળપણે પરિણમે એવા ગુણ છે. કોઇ ગુણ વિકારપણે પરિણમે એવો કોઈ ગુણ આત્મામાં અનંતમાં છે જ નહીં, સમજાણું કાંઇ? આ વાત ઝીણી બાપુ બહુ! અત્યારે તો ફેરફાર એટલો થઈ ગયો, કે વ્યવહારના રાગપણે પરિણમન (થાય) એવો કોઇ જીવનો ગુણ નથી. જીવનો ગુણ તો ભગવાન આત્માનો ગુણ, એ ગુણનો ગુણ, વિકાર રહિત પરિણમન થવું તે ગુણનો ગુણ છે. ધનાલાલજી!( શ્રોતાઃ- ગુણનો ગુણ?) એ ગુણનું કાર્ય. ગુણનો ગુણ (એટલે ગુણનું કાર્ય ). આહાહાહા! આવી ચીજ છે, ભાઈ !ભગવાન આત્મા રાગના વ્યવહાર રત્નત્રયના રાગથી પરિણમન રહિત એવો એનો ગુણ છે. કેમકે વિકૃતરૂપે વ્યવહાર દયા દાન આદિપણે પરિણમવું એવો કોઈ ગુણ અનંતગુણમાં એકેય ગુણ નથી. પણ એ રહિત પરિણમવું એવો એક ગુણ છે. આહાહાહાહા ! ઝીણી વાત બહુ બાપુ! સમજાણું કાંઈ ? એથી અહીં કહે છે, ટીકાકાર એની વાત કરે છે. વ્યવહારનય હવે. (માનિની) व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हन्त हस्तावलम्बः। तदपि परममर्थं चिच्चमत्कारमात्रं परविरहितमन्तः पश्यतां नैष किञ्चित्।।५।। ન એષકિંચિત ન એષકિંચિત. આહાહાહા! હવે એનો શ્લોકાર્થ, વ્યવહારનય એ કળશ ટીકાકારે તો એનો અર્થ એવો કર્યો છે, વ્યવહારનયનો તો કથનમાત્ર! વ્યવહારનય એટલે કથનમાત્ર! વસ્તુ નહીં. ભાઈ ! કળશ ટીકાકારે છે ને આ પાંચમો, પાંચમો શ્લોક છે. ઘણીવાર કહેવાઈ ગયું છે, આ તો જુદા-જુદા હોયને સાંભળનારા વ્યવહારનય જેટલું કથનમાત્ર, કહેવામાત્ર! વસ્તુ નહીં, કથન, કારણકે રાગ ચાહે તો દેવગુરુની શ્રદ્ધાનો રાગ કે પંચમહાવ્રતનો રાગ કે શાસ્ત્ર તરફના પરદ્રવ્ય તરફનાં વલણવાળા ભણવાનો (કે) જાણવાનો રાગ, એ પણે થવું એવો કોઈ જીવમાં ગુણ નથી. આહાહાહા! એ પણે ન થવું એવો જીવનો ગુણ છે. સમજાણું કાંઈ આમાં? આ તો લોકો કહે
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy