SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૫૮૫ पासंडीलिंगेसु व गिहिलिंगेसु व बहुप्पयारेसु। कुव्वंति जे ममत्तिं तेहिं ण णादं समयसारं ।। ४१३ ।। पाषण्डिलिङ्गेषु वा गृहिलिङ्गेषु वा बहुप्रकारेषु। कुर्वन्ति ये ममत्वं तैर्न ज्ञातः समयसारः।। ४१३ ।। ये खलु श्रमणोऽहं श्रमणोपासकोऽहमिति द्रव्यलिङ्गममकारेण मिथ्याहङ्कारं कुर्वन्ति , तेऽनादिरूढव्यवहारमूढाः प्रौढविवेकं निश्चयमनारूढाः परमार्थसत्यं भगवन्तं समयसारं न पश्यन्ति। હવે આ અર્થની ગાથા કહે છે – બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે મમતા કરે, તેણે નથી જાણ્યો “સમયના સાર”ને. ૪૧૩. ગાથાર્થ- [ ] જેઓ [ વહુકારેy] બહુ પ્રકારનાં [પાષબ્લિનિપુ વા] મુનિલિંગોમાં [મૃદિતિપુ વા] અથવા ગૃહસ્થલિંગોમાં [મમત્વ ર્વત્તિ] મમતા કરે છે (અર્થાત આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે ), [ તૈ: સમયસાર: ન જ્ઞાત:] તેમણે સમયસારને નથી જાણ્યો. ટીકાઃ-જેઓ ખરેખર “હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (-શ્રાવક) છું' એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિ કાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (-નિશ્ચયનય) પર "અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (-જે પરમાર્થ સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતા–અનુભવતા નથી. ભાવાર્થ-અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે', પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: ૧. અનારૂઢ = નહિ આરૂઢ; નહિ ચડેલા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy