SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા – ૬૩] [૧૧૭ એ નવવિધ પુણ્યથી (નવધા ભક્તિથી) આદર કરીને, શ્રદ્ધા, શક્તિ, અલુબ્ધતા, ભક્તિ, જ્ઞાન, દયા અને ક્ષમા-એ (દાતાના) સાત ગુણો સહિત શુદ્ધ યોગ્ય-આચારવાળા ઉપાસક વડે દેવામાં આવેલું (નવ કોટિએ શુદ્ધ, પ્રશસ્ત અને પ્રાસુકી ભોજન જે પરમ તપોધન લે છે, તેને એષણાસમિતિ હોય છે. આમ વ્યવહારસમિતિનો ક્રમ છે. હવે નિશ્ચયથી એમ છે કે-જીવને પરમાર્થે અશન નથી; છ પ્રકારનું અશન વ્યવહારથી સંસારીઓને જ હોય છે. એવી રીતે શ્રી *સમયસારમાં (?) કહ્યું છે કે – “णोकम्मकम्महारो लेप्पाहारो य कवलमाहारो । उज्ज मणो वि य कमसो आहारो छव्विहो यो ॥" (ગાથાર્થ:-) નોકર્મ-આહાર, કર્મ-આહાર, લેપ-આહાર, કવલ-આહાર, ઓજઆહાર અને મન-આહાર - એમ આહાર ક્રમશ: છ પ્રકારનો જાણવો.” - અશુદ્ધ જીવોના વિભાવધર્મ વિષે વ્યવહારનયનું આ (અવતરણ કરેલી ગાથામાં) ઉદાહરણ છે. હવે (શ્રી પ્રવચનસારની ૨૨૭મી ગાથા દ્વારા) નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવે છે. તે આ પ્રમાણે : "जस्स अणेसणमप्पा तं पि तवो तप्पडिच्छगा समणा । vi fમવરવમો સમ તે સમUTT TTદાર ” “(ગાથાર્થ:-) જેનો આત્મા એષણારહિત છે (અર્થાત્ જે અનશનસ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે) તેને તે પણ તપ છે; (વળી) તેને પ્રાપ્ત કરવા માટે (-અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય (-સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા એષણા વિના (-એષણાદોષ રહિત) હોય છે, તેથી તે શ્રમણો અનાહારી છે.” એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૨૫ મા શ્લોક દ્વારા) કહ્યું છે કે: * અહીં ઉદ્ધત કરેલી ગાથા સમયસારમાં નથી પરંતુ પ્રવચનસારમાં (પ્રથમ અધિકારની ર૦મી ગાથાની તાત્પર્યવૃત્તિ ટીકામાં) અવતરણરૂપે છે.
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy