SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪] પાર પડતાં તે પ્રવચનો ગ્રંથાકારે પ્રકાશિત કરવાનું શક્ય બન્યું છે. સર્વ પ્રથમ પ્રવચનો અક્ષરશઃ લખી, તેને ગુજરાતીમાં ભાષાંતર કરવામાં આવે છે. ત્યાર પછી બીજી વ્યકિત દ્વારા તેની તપાસ આવે છે જેના ઉપરથી સંકલન કરતી વખતે પૂ. ગુરુદેવશ્રી જે ક્રમમાં બોલ્યા તે જ ક્રમમાં યથાશકય બધી વાક્યરચના રાખવામાં આવી છે. જેથી કોઈ ભાવ ચૂકી ન જવાય. કય રેક સાહિત્યમાં સંક્ષેપને ગુણ અને પુનરુક્તિને દોષરૂપ ગણવામાં આવે છે જયારે અધ્યાત્મમાં તો વિસ્તાર અને પુનરુક્તિનું સ્થાન ભાવનામાં રસ વૃદ્ધિ સ્વરૂપે છે. વળી જ્યાં જ્યાં કોઈ વાક્ય વગેરે અધૂરા હોય ત્યાં આશય મૂજબ કૌંસમાં (બ્રેકેટમાં) લખવામાં આવ્યું છે. તેમ જ યથોચિત સ્પષ્ટીકરણ માટે પણ કૌંસમાં લખવામાં આવ્યું છે. પૂજ્ય ગુરુ દેવશ્રીની વાણી યથાવત્ પ્રવાહી લાગે તે રીતે, તેમ આપણી સમક્ષ પૂ. ગુરુદેવશ્રી જ બોલતા હોય તેવી રીતે, આ સંકલન કરવાની નીતિ રાખેલ છે. સંકલન થયા બાદ તેને આખરી સ્વરૂપ આપવા માટે બે વિદ્વાનો દ્વારા તપાસવામાં આવે છે અને ત્યાર બાદ છાપવા માટે આપવામાં આવે છે. આ બધું કાર્ય માનનીય શ્રી શશીભાઈ શેઠના નિર્દેશનમાં કરવામાં આવ્યું છે. ટૂંકમાં પૂજ્ય ગુરુદેવશ્રીની બોલાયેલી વાણી તેના મૂળ સ્વરૂપમાં જાળવવા માટે શકય પ્રયત્ન કર્યો છે. છતાં તેમાં કોઈ ત્રુટિ જણાય તો સુજ્ઞજનોને તે તરફ અમારું ધ્યાન ખેંચવા નમ્ર વિનંતી છે. જેથી દ્વિતીય આવૃત્તિમાં અને બાકીના ભાગો તૈયાર કરવામાં તે અમને સહાયરૂપ થાય. શ્રી સમયસાર' ના મૂળ પ્રણેતા ભગવત કુંદકુંદાચાર્ય, તેના ટીકાકાર આચાર્યવર શ્રી અમૃતચંદ્રાચાર્ય અને શ્રી જયસેનાચાર્યની ટીકાઓ, તેમજ શ્રીમદ્ રાજચંદ્રજીના વચનામૃતો ઉપર પૂ. ગુરુદેવશ્રીએ પ્રવચન કર્યા એવા મહાપુરુષોને અને પ્રવચન દરમ્યાન જે મહાત્માઓના વચનોને ઉદધૃત કર્યા એવા શ્રી વીરસેનાદિ આચાર્યદવોને તેમજ સ્વાનુભવવિભૂષિત પ્રશમમૂર્તિ બહેનશ્રી ચંપાબેન, સ્વાનુભૂતિ વિભૂષિત પુરુષાર્થમૂર્તિ શ્રી નિહાલચંદ્ર સોગાની, આચાર્યકલ્પ પં. ટોડરમલજી આદિ સર્વ સંપૂજ્ય મહાત્માઓને ઉપકૃતહૃદયથી કોટિકોટિ વંદન કરીએ છીએ. વળી, જેમની સમ્યકત્વ જયંતી પ્રસંગે આ ગ્રંથ પ્રકાશન કરવાનું મહા ભાગ્ય સાંપડ્યું તેવા પ્રશમમૂર્તિ સ્વાનુભવવિભૂષિત ભગવતી માતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેન જેઓએ આત્મસાધના સહિત પૂ. ગુરુદેવશ્રી પ્રત્યેની ભક્તિ તેમના સમગ્ર જીવન દરમ્યાન અખંડિત રાખી સમાજ સમક્ષ એક મહાન આદર્શરૂપ રહ્યા. તેઓશ્રીને પણ ઉપકારવશ શતશત વંદન કરીએ છીએ. શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટના ટેઈપ વિભાગ તરફથી ટેઈપ ઉતારી સંગ્રહ કરવાનું કાર્ય પણ આ પ્રસંગે મહતું ઉપયોગી થયું છે તે બદલ તેના સ્થાપક પ્રમુખ સ્વ. શ્રી નવનીતભાઈ જવેરી તથા ટેઈપ વિભાગના કાર્યકરોના પણ અત્યંત આભારી છીએ. ઉકત સંકલન માટે ટેઈપ ઉપરથી અક્ષરશઃ ઉતારી તેને ગુજરાતી ભાષાંતર કરી આપવા બદલ શ્રીમતી સરોજબેન અરવિંદભાઈ ગાંધી; તેની ચકાસણી કરવા બદલ શ્રી કીરીટભાઈ ચુનીલાલ શાહ તથા તેને સંકલન કરવા બદલ શ્રી ચિંરજીલાલ જૈન, તથા સંકલિત મેટરને પ્રથમવાર તપાસવાનું કાર્ય કરવા બદલ માનનીય શ્રી પ્રાણભાઈ પી. કામદાર; અને તેને અંતિમરૂપ આપવા બદલ માનનીય શ્રી શશીભાઈ મ. શેઠ પ્રત્યે ટ્રસ્ટ અત્યંત આભારી છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy