SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગયા હતા સમય પ્રકાશકીય કામ કરી પ્રત્યક્ષ પરમોપકારી, મુમુક્ષુઓના તારણહાર, નિષ્કારણ કરુણામૂર્તિ, સ્વાનુભવવિભૂષિત, અધ્યાત્મયુગસ્ત્રષ્ટા, અધ્યાત્મસંત પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના, અધ્યાત્મના પરમ રહસ્ય ઉપર પ્રકાશ પાડતા, વિશિષ્ટ પ્રવચનોના સંકલનના ભાગરૂપે “પ્રવચન નવનીત' ભાગ-૧ પ્રકાશિત કરતાં અમો અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. - સદ્ધર્મતીર્થના સ્તંભરૂપ ભગવત્ કુંદકુંદાદિ આચાર્યો-મુનિ ભગવંતો તેમજ અન્ય સત્ પુરુષોના હૃદયમાં પેસી જઈને આપણા પૂજ્ય ગુરુદેવશ્રીએ તેમના ગંભીર આશયહાર્દને યથાર્યપણે પ્રકાશિત કરી અનુપમ ઉપકાર કર્યો છે. તે પ્રત્યે અહોભાવરૂપ ઉપકૃતમુમુક્ષુહૃદયચિતાર નિમ્ન પંક્તિઓમાં જોવા મળે છે : “શ્રત તણા અવતાર છો, ભારત તણા ભગવંત છો; અધ્યાત્મમૂર્તિ દેવ છો, ને જગત તારણહાર છો.” (-પૂ. બહેનશ્રી) એવા અનહદ ઉપકારી, મહાપ્રતાપી, કરુણાસાગર, યુગપુરુષે ૪૬ વર્ષો સુધી જૈનધર્મના આધ્યાત્મિકસિદ્ધાંતોનું વિવેચન અતિ સ્પષ્ટરૂપે સરળ અને લોકભોગ્ય ભાષા અને શૈલીમાં કરી અપૂર્વ ભવાંતકારી પ્રવચનગંગા વહાવી. તેમાં પરમાગમોની કેટલીક ગાથાઓ અને પુરુષના વચનો તે મુમુક્ષુઓના કલ્યાણ અર્થે અત્યંત ઉપકારી હોવાથી પૂજ્ય ગુરુદેવશ્રીને ઘણા જ પ્રિય હતા. તે ઉપર તેઓશ્રીએ ખાસ ૧૪૩ મંગલકારી પ્રવચનો આપ્યા હતા. તે મુમુક્ષુજગત માટે આત્માર્થ પુષ્ટિદાયક માખણરૂપ (નવનીતરૂપ) સારભૂત વિષયો પ્રકાશિત થાય તેવી નિષ્કારણ કારુણ્યવૃત્તિથી આપેલા પ્રવચનો જેને આપણે “મહા પ્રવચનો ની સંજ્ઞાથી બિરદાવવું સાર્થક ગણાશે. આ પ્રવચનો દરમ્યાન અનેકવાર પ્રમોદથી તેઓશ્રી ફરમાવતા કેઃ “આ વ્યાખ્યાન ઘણા સૂક્ષ્મ છે! આ બાર અંગનો સાર છે! ટેઈપ ઉપરથી બધા વ્યાખ્યાન છપાશે.' પરંતુ તેને ગ્રંથાકારે પ્રકાશિત કરવાનું પુનીત કાર્ય સફળ થયેલું નહીં. પૂ. ગુરુદેવના નિષ્કારણ ઉકત વિકલ્પને સાકાર કરવાનો, તેમ જ વર્તમાન અને ભાવી મુમુક્ષુગને અધ્યાત્મના સારભૂત વિષયોનો અભ્યાસ થવા અર્થે અમૂલ્ય સાધન સુલભ કરવાનો, શુભ સંકલ્પ-વીતરાગ દેવ-શાસ્ત્ર-ગુરુ-ધર્મ-ધર્માત્માઓ પ્રત્યે અનન્ય નિષ્ઠાવાન, સિદ્ધાંતનિષ્ઠ, અધ્યાત્મરસિક શ્રદ્ધેય શ્રી શશીકાંત મ. શેઠની પ્રશસ્ત પ્રેરણાથી-શ્રી વીરનિર્વાણોત્સવ- ૨૫૧૮ના શુભ દિને શ્રી સોનગઢ તીર્થધામમાં કરવામાં આવ્યો હતો ત્યારે ઉપસ્થિત શ્રી સદ્ગ-પ્રવચન-પ્રેમી મુમુક્ષુઓએ ઘણા જ હર્ષોલ્લાસપૂર્વક તેને વધાવી લીધો અને તેમાં સહભાગી થવા માટે અનેક પ્રકારે પોતાની ભાવના વ્યક્ત કરી હતી. પ્રથમ તો ટેઈપ ઉપરથી પ્રવચનો ઉતારવાનું, તેમ જ તેને ભાષાંતર કરવાનું કામ ઘણા પરિશ્રમવાળું અને કઠિન હોવા છતાં ભાવનગરના મુમુક્ષુ ભાઈ–બહેનોના ભાવનાપૂર્ણ સહકારથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy