SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬O: પ્રવચન નવનીત ભાગ-૧ આ પાટડો છે. તે નીચેના આધારે રહ્યો નથી. એ એક એક પરમાણુમાં (પોતપોતાના) પકારક (છે). પોતાના આધારે (દરેક ) પરમાણુ રહ્યાં છે; પરના આધારે નહીં. આહા. હા! આ તે કોણ માને? સંયોગ- (દષ્ટિવાળા) ન માને. એ સંયોગથી જુએ છે. એ પોતાથી રહ્યો છે, એમ એ જતા નથી! (શ્રોતાઃ) તો આ થાંભલો કોણે બનાવ્યો? (ઉત્તર) (એની) પર્યાય બનાવ્યો છે. એ તો જડની પર્યાયથી (આ) થાંભલો બન્યો છે. આ પુસ્તક બને છે, એ જડની પર્યાયથી બને છે. અક્ષર લખે છે, તો એ અક્ષર (જીવની) ઇચ્છાથી તો નથી થયા, કલમથી પણ થયા નથી. આહા.. હા! આવી વાત છે!! “એમ” પ્રભુનો પોકાર છે! ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવનો ‘આ’ પોકાર છે: અજીવની - પરમાણુની દરેક ગુણની પર્યાય, જે સમયે થવાવાળી (છે તે) થાય છે, તે પોતાથી થાય છે; પરના કારણે થતી નથી ! આહી.. હા... હા! અહીં તો એકોતરની સાલથી કહેતા હતા કે “કર્મથી પોતામાં ( –આત્મામાં) વિકાર થતો નથી'. એ પ્રશ્ન ઈશરીમાં ૨૦૧૩ની સાલમાં ચાલ્યો. તે એમ કહે કે “કર્મથી – નિમિત્તથી વિકાર થાય છે. તો કહ્યું કે “ત્રણ કાળ, ત્રણ લોકમાં નિમિત્તથી ( વિકાર) થતો નથી. – આ તો (દુનિયાથી ) જુદી વાત છે ! પદ્રવ્યની પર્યાય - એક પરમાણુની પર્યાય, બીજા પરમાણુની પર્યાયને ક્યારે ય સ્પર્શતી નથી. પરમાણુની પર્યાયને જીવ કરે, એમ કેમ બને? કેમ કે અજીવનાં (જે) પરિણામે ઊપજે છે, એ અજીવ જ છે. આહા... હા! એ અજીવ પણ ક્રમબદ્ધ પોતાનાં પરિણામોથી (ઊપજે છે). આહા.. હા! એ ‘ક્રમબદ્ધ' માં મહા ભગવંત બિરાજે છે! “ક્રમબદ્ધ” નો નિર્ણય કરવામાં ભગવાન નજરમાં આવે છે; ત્યારે “ક્રમબદ્ધ” નો સાચો નિર્ણય થાય છે. આહા.. હા ! એવી વાત છે, ભાઈ ! “અજીવ પણ ક્રમબદ્ધ". આ પુસ્તક છે, તે (આ) ઘોડીના આધારે રહ્યું છે? –નહીં. એમ કહે છે. એ પોતાની પર્યાય પોતાના આધારે, પોતાના કારણે (આમ) છે. પરમાણુ (એ) પર્યાય (રૂપે) પોતાના કારણે છે; પરના કારણે (એ) પરમાણુ (નથી). તત્ત્વાર્થસૂત્ર” માં એવું છે - સિદ્ધાંત તો એમ ચાલ્યો છે કેઃ બે ગુણ અધિક હોય (એટલે કે, એમાં અહીં જો ત્રણ ગુણ હોય અને બીજામાં પાંચ ગુણ હોય, તો પાંચ ગુણ થઈ જાય છે. એ તો નિમિત્તનું કથન છે કે: (એક) પરમાણુમાં પાંચ ગુણ ચીકાશની પર્યાય છે અને બીજા પરમાણુમાં ત્રણ ગુણની છે તો તે પાંચ ગુણમાં આવી જાય, તો પાંચ થઈ જાય છે. (પણ) એ આ પંચ ગુણના મળવાથી પાંચ થઈ છે, એમ નથી. ક્રમબદ્ધમાં એનો પાંચ થવાનો કાળ છે, તો પાંચ થાય છે. વિશેષ આવશે... Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy