________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ )
(પરમાગમ – ચિંતામણિ * દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો (જ્ઞાયકભાવ) દુરંત કષાયચક્રના ઉદયની – (કષાય સમૂહુના અપાર ઉદયોની) વિચિત્રતાના વિશે પ્રવર્તતા જે પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. (શાકભાવથી જડભાવરૂપ થતો નથી.) તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. ૬૬.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય, સમયસાર, ગાથા-૬) * સંસારીમાં સાંસારિક ગુણો હોય છે અને સિદ્ધ જીવમાં સદા સમસ્ત સિદ્ધિસિદ્ધ (મોક્ષથી સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયેલા) નિજ પરમગુણો હોય છે - આ પ્રમાણે વ્યવહારનય છે, નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ અને સંસાર પણ નથી જ. આ બુધ પુરુષોનો નિર્ણય છે. ૬૭.
( શ્રી પદ્મપ્રભમલધારીદેવ, નિયમસાર ટીકા, શ્લોક-૩૫ ) * આત્મા વિભાવ-પરિણતિથી દુ:ખી દેખાય છે, પણ તેની શુદ્ધ ચૈતન્ય શક્તિનો વિચાર કરો તો તે સાહજિક શાંતિમય જ છે. તે કર્મના સંયોગથી ગતિયોનિનો પ્રવાસી કહેવાય છે, પણ તેનું નિશ્ચય સ્વરૂપ જુએ તો કર્મબંધનથી મુક્ત પરમેશ્વર જ છે. તેની જ્ઞાયક શક્તિ ઉપર દષ્ટિ મૂકો તો તે લોકાલોકનો જ્ઞાતાદ્રષ્ટા છે, જો તેના અસ્તિત્વ ઉપર ધ્યાન આપો તો નિજ ક્ષેત્રાવગાહુ-પ્રમાણ જ્ઞાનનો પિંડ છે. આવો જીવ જગતનો જ્ઞાતા છે. તેની લીલા વિશાળ છે, તેની કીર્તિ ક્યાં નથી ? અનાદિકાળથી ચાલી આવે છે અને અનંતકાળ સુધી ચાલશે. ૬૮.
(શ્રી બનારસીદાસજી, નાટક સમયસાર, સાધ્ય-સાધક દ્વાર, પદ-૫૦) * યે સબ દ્રવ્ય અપને અપને પ્રદેશોંકર સ હત હૈ, કિસિકે પ્રદેશ કિસિસે નહિ મિલતે. ઈન છહોં દ્રવ્યોમેં જીવ હી ઉપાદેય હૈ. યદ્યપિ શુદ્ધ નિશ્ચયસે શક્તિકી અપેક્ષા સભી જીવ ઉપાદેય હૈ, તો ભી વ્યકિતકી અપેક્ષા પંચપરમેષ્ટી હી ઉપાદેય હૈ, ઉનમેં ભી અરહંત સિદ્ધ હી (ઉપાદેય) હૈ, ઉન દોનોમેં ભી સિધ્ધ હી (ઉપાદેય) હૈ. ઔર નિશ્ચયનયકર મિથ્યાત્વ રાગાદિ વિભાવપરિણામકે અભાવમેં વિશુધ્ધાત્મા હી ઉપાદેય હૈ, ઐસા જાનના. ૬૯.
( શ્રી યોગીન્દ્રદેવ, પરમાત્મપ્રકાશ, અધિ-૨ ગાથા-૨૨)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com