SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ પ્રથમ પર્વ પદ્મપુરાણ મુનિ પાસે રાજા દશરથે દીક્ષા લીધી. ભામંડલને પૂર્વજન્મનું જ્ઞાન અને સીતાના દર્શન થયા. કૈકેયીને આપેલા વરદાનથી ભરતને રાજ્ય મળ્યું. રામ, લક્ષ્મણ, સીતાએ દક્ષિણ દિશામાં ગમન કર્યું. વજાકરણનું ચરિત્ર, લક્ષ્મણને કલ્યાણમાળાની પ્રાપ્તિ. રૂદ્રભૂતને વશ કર્યો. બાલખિલ્યને છોડાવ્યો. શ્રી રામ અરૂણ ગામમાં આવ્યા. વનમાં દેવોએ નગર વસાવ્યું ત્યાં ચાતુર્માસ રહ્યા. લક્ષ્મણને વનમાળાનો સંગમ. અતિવીર્યનો વૈરાગ્ય. લક્ષ્મણને જીતપમાની પ્રાપ્તિ. કુલભૂષણ, દેશભૂષણ મુનિનું ચરિત્ર. શ્રીરામે વંશસ્થલ પર્વત ઉપર ભગવાનના મંદિરોનું નિર્માણ કર્યું તેનું વર્ણન. જટાયું પક્ષીને વ્રતપ્રાપ્તિ, પાત્રદાનના ફળનો મહિમા, શબૂકનું મરણ, સૂર્પણખાને વિલાપ, ખરદૂષણ સાથે લક્ષ્મણનું યુધ્ધ, સીતાનું હરણ, સીતાને રામના વિયોગથી અત્યંત શોક, રામને સીતાના વિયોગથી અત્યંત શોક, વિરાધિત વિધાધરનું આગમન, ખરદૂષણનું મરણ, રતનજીની વિદ્યાનો રાવણ દ્વારા નાશ, સુગ્રીવનું રામ પાસે આવવું, સુગ્રીવ માટે શ્રી રામે સાહસગતિને માર્યો. રતનજટીએ સીતાનું વૃત્તાંત રામને કહ્યું. શ્રી રામની લંકા પર ચડાઇ. રામ-રાવણનું યુધ્ધ. રામ-લક્ષ્મણને સિંહવાહિની અને ગુડવાહિની વિધાની પ્રાપ્તિ, લક્ષ્મણને રાવણની શક્તિ લાગી. ને વિશલ્યાના પ્રસાદથી તે શક્તિ દૂર થઈ. રાવણની શાંતિનાથ ભગવાનના મંદિરમાં બહુરૂપિણી વિદ્યાની સાધના. રામના લશ્કરના વિધાધર કુમારનો લંકામાં પ્રવેશ, રાવણનું ચિત્ત ડગાવવાનો પ્રયત્ન. પૂર્ણભદ્ર મણિભદ્રના પ્રભાવથી વિધાધર કુમાર પાછું લશ્કરમાં આવવું. રાવણને વિધાની સિધ્ધિ, રાવણનું યુધ્ધ, રાવણનું ચક્ર લક્ષ્મણના હાથમાં આવ્યું. રાવણનું મૃત્યુ. રાવણની સ્ત્રીઓનો વિલાપ. લંકાના વનમાં કેવળીનું આગમન. ઇન્દ્રજિત, કુંભકરણાદિએ દીક્ષા ગ્રહણ કરી, રાવણની સ્ત્રીઓએ દીક્ષા ગ્રહણ કરી. શ્રી રામનો સીતા સાથે મેળાપ. વિભિષણને ત્યાં ભોજન. થોડાક દિવસો લંકામાં નિવાસ. નારદ રામ પાસે આવ્યા. રામનું અયોધ્યાગમન. ભરત અને ત્રિલોકમંડન હાથીના પૂર્વભવનું વર્ણન. ભરતનો વૈરાગ્ય. રામ-લક્ષ્મણનું રાજ્ય. યુધ્ધમાં મધુ અને લવણનું મરણ. મથુરામાં શત્રુનનું રાજ્ય. મથુરા અને આખા દેશમાં ધરણેન્દ્રના કોપથી રોગની ઉત્પત્તિ. સપ્તઋષિના પ્રભાવથી રોગની નિવૃત્તિ. લોકનિંદાથી સીતાનો વનમાં ત્યાગ. વજજંધ રાજાનું વનમાં આગમન. સીતાને બહુ જ આદરપૂર્વક લઈ ગયો. ત્યાં લવણાંકુશનો જન્મ. લવણાંકુશે મોટા થઇને અનેક રાજાઓને જીતી લઈ વજવંધના રાજ્યનો વિસ્તાર કર્યો. પછી અયોધ્યા જઇ શ્રી રામ સાથે યુદ્ધ કર્યું. સર્વભૂષણ મુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ, દેવોનું આગમન, સીતાના શીલથી અગ્નિકુંડ શીતળ બની ગયો. વિભિષણના પૂર્વભવોનું વર્ણન. કૃતાંતવક્રનું તપગ્રહણ. ત્યંવરમંડપમાં રામના પુત્રો સાથે લક્ષ્મણના પુત્રોનો વિરોધ. લક્ષ્મણના પુત્રોનો વૈરાગ્ય અને વીજળીના પડવાથી ભામંડલનું મૃત્યુ. હનુમાનનો વૈરાગ્ય. લક્ષ્મણનું મૃત્યુ. રામના પુત્રોનું તપ. શ્રી રામને લક્ષ્મણના વિયોગથી અત્યંત શોક. દેવોના પ્રતિબોધવાથી મુનિવ્રતનું ધારણ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને નિર્વાણગમન આ સર્વ રામચંદ્રનું ચરિત્ર સજ્જન પુરુષો મનને સાવધાન કરીને સાંભળો. આ ચરિત્ર Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy