SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ પ્રથમ પર્વ પછી ત્રિલોકમંડન હાથીને વશ કર્યો. રાજા ઇન્દ્રના લોકપાલ યમ નામના વિદ્યાધરે. વાનરવંશી રાજા સૂર્યરજને પકડી બંદીખાનામાં નાખ્યો હતો. રાવણે સમેતશિખરની યાત્રા કરી પાછાં ફરતાં સૂર્યરજના સમાચાર સાંભળ્યા અને તે જ સમયે જઇને યમને જીતી લીધો. યમનું થાä પડાવી લીધું. યમ ભાગી ગયો. રાજા સૂર્યરજને કેદમાંથી છોડાવ્યો અને ક્રિન્કિંધાપુરનું રાજ્ય આપ્યું. રાવણની બહેન સૂર્પણખાને ખરદૂષણ હરી ગયો હતો તેથી સાથે તેના લગ્ન કરાવી આપ્યા અને તેને પાતાલલંકાનું રાજ્ય આપ્યું. ખરદૂષણ પાતાલલંકા ગયો, ચંદ્રોદરને યુદ્ધમાં હણ્યો, ચંદ્રોદરનો પુત્ર વિરાધિત રાજ્યભ્રષ્ય થઇને ક્યાંનો ક્યાં ભટકવા લાગ્યો. વાલીને વૈરાગ્ય, સુગ્રીવને રાજ્યની પ્રાપ્તિ, કૈલાસ પર્વત ઉપર વાલીનું રહેવું, રાવણે વાલી ઉપર ક્રોધ કરીને કૈલાશ પર્વત ઊંચક્યો ત્યારે ચૈત્યાલયની ભક્તિના કારણે વાલીએ પગનો અંગૂઠો દાખ્યો, રાવણ દબાઇને રૂદન કરવા લાગ્યો, રાણીઓની વિનંતીથી વાલીએ અંગૂઠો ઢીલો કર્યો. વાલીના ભાઈ સુગ્રીવના સુતારા સાથે લગ્ન, સાહસમતિ વિદ્યાધરને સુતારાની અભિલાષા હતી. પણ તેની અપ્રાપ્તિ થવાથી તેને સંતાપ થયો. રાજા અનારણ્ય અને સહસ્રરમિને વૈરાગ્ય, રાવણે યજ્ઞનો નાશ કર્યો તેનું વર્ણન, રાજા મધુને પૂર્વભવનું કથન, રાવણની પુત્રી ઉપરંભાના મધુ સાથે લગ્ન, રાવણની ઇન્દ્ર ઉપર ચડાઇ, ઇન્દ્ર વિધાધરને યુધ્ધમાં જીતી, પકડીને લંકામાં લાવીને છોડી મૂક્યો. ઇન્દ્રને વૈરાગ્ય અને મોક્ષ પ્રાપ્તિ. રાવણનો પ્રતાપ, સુમેરૂ પર્વત ઉપર ગમન, ત્યાંથી પુનરાગમન. અનંતવીર્ય મુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ, રાવણે નિયમ લીધો કે જે પરસ્ત્રી મારી અભિલાષા ન કરે તેનું સેવન હું નહીં કરું. હનુમાનનો જન્મ. કેવા છે હનુમાન? વાનરવંશીઓમાં મહાત્મા છે. કૈલાસ પર્વત ઉપર અંજનીના પિતાએ-રાજા મહેન્દ્રએ પવનજયના પિતા રાજા પ્રહલાદને પોતાની પુત્રીનો તેમના પુત્ર સાથે સંબંધ જોડવાની વાત કરી અને રાજા પ્રહલાદે તે વાત માન્ય રાખી. અંજનીના પવનજય સાથે લગ્ન થયા. પવનજયનો અંજની પ્રત્યે રોષ, ચકવાસ ચકવીના વિયોગના વૃત્તાંતથી અંજની પ્રત્યે પ્રસન્નતા, અંજનીને ગર્ભધારણ, વનમાં મુનિએ હુનુમાનના પૂર્વજન્મ અંજનીને કહી સંભળાવ્યા. હુનુમાનનો પ્રવતની ગુફામાં જન્મ, અનુરૂધ્ધ દ્વીપમાં વૃધ્ધિ, પ્રતિસૂર્ય મામાએ અંજનીને બહુ જ આદરથી રાખી. પવનજયનો ભૂતાટવીમાં પ્રવેશ, પવનજયના હાથીને જોઇ પ્રતિસૂર્યનું ત્યાં આગમન, પવનજયને અંજનીનો ફરી મેળાપ અને પરમ ઉત્સાહ, પુત્રનો મેળાપ, પવનજયનું રાવણ પાસે જવું, રાવણની આજ્ઞાથી વરૂણ સાથે યુધ્ધ અને તેને જીતી લીધો. રાવણના મહાન રાજ્યનું વર્ણન, તીર્થકરોના આયુષ્ય, કાય, અંતરાયનું વર્ણન, બળભદ્ર, નારાયણ, પ્રતિનારાયણ, ચક્રવર્તિઓના સંપૂર્ણ ચરિત્રનું વર્ણન. રાજા દશરથનો જન્મ કૈકેયીને વરદાન આપવું. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુદનનો જન્મ. સીતાનો જન્મ. ભામંડલનું હરણ અને તેની માતાનો શોક. નારદે સીતાનું ચરિત્ર ચિત્રપટ ભામંડલને બતાવ્યું તે જોઇને ભામંડલને મોહ થયો. જનકના સ્વયંવરમંડપનું વૃત્તાંત. સ્વયંવરમંડપમાં ધનુષ્યરત્ન મુકાયું. શ્રી રામચંદ્રનું આગમન. ધનુષ્ય ચઢાવીને સીતા સાથે લગ્ન. સર્વભૂતશરણ્ય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008274
Book TitlePadma puran
Original Sutra AuthorRavishenacharya
AuthorVrajlal Girdharlal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, Mythology, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy