SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ शिखरशिखामणेः परद्रव्यपराङ्मुखस्य पंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहस्य परमजिनयोगीश्वरस्य स्वद्रव्यनिशितमतेरुपादेयो ह्यात्मा। औदयिकादिचतुर्णां भावान्तराणामगोचरत्वाद् द्रव्यभावनोकर्मोपाधिसमुपजनितविभावगुणपर्यायरहितः, अनादिनिधनामूर्तातीन्द्रियस्वभावशुद्धसहजपरमपारिणामिकभावस्वभावकारणपरमात्मा ह्यात्मा। अत्यासन्नभव्यजीवानामेवंभूतं निजपरमात्मानमन्तरेण न किंचिदुपादेयमस्तीति। (માસિની) जयति समयसारः सर्वतत्त्वैकसारः सकलविलयदूरः प्रास्तदुर्वारमारः। दुरिततरुकुठारः शुद्धबोधावतारः सुखजलनिधिपूरः क्लेशवाराशिपारः॥५४॥ વૈરાગ્યરૂપી મહેલનાશિખરનો જે શિખામણિછે,પરદ્રવ્યથીજેપરા મુખછે,પાંચઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેને પરિગ્રહ છે, જે પરમ જિનયોગીશ્વર છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે–એવા આત્માને “આત્મા” ખરેખર ઉપાદેય છે. ઔદયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે (કારણપરમાત્મા) દ્રવ્યકર્મ, ભાવકર્મ, અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણપર્યાયોવિનાનોછે, તથા અનાદિ અનંત અમૂર્તઅતીંદ્રિયસ્વભાવવાળો શુદ્ધસહજ પરમપરિણામિકભાવ જેનો સ્વભાવ છે–એવો કારણપરમાત્મા તે ખરેખર “આત્મા' છે. અતિઆસન્ન ભવ્યજીવોને એવા નિજ પરમાત્મા સિવાય (બીજું) કાંઈ ઉપાદેય નથી. [હવે ૩૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ –]સર્વતત્ત્વોમાં જે એકસાર છે, જે સમસ્ત નાશ પામવાયોગ્ય ભાવોથી દૂરછે, જેણે દુર્વારકામને નષ્ટ કર્યો છે, જે પાપરૂપ વૃક્ષને છેદનારકુહાડો છે, જે શુદ્ધ જ્ઞાનનો અવતાર છે, જે સુખસાગરનું પૂર છે અને જે ક્લેશોદધિનો કિનારો છે, તે સમયસાર (શુદ્ધ આત્મા) જયવંત વર્તે છે. ૫૪. ૧. શિખામણિ = ટોચ ઉપરનું રત્ન; ચૂડામણિ; કલગીનું રત્ન. ૨. ભાવાંતરો = અન્ય ભાવો. [ઔદયિક, ઔપથમિક, લાયોપથમિક અને ક્ષાયિક—એ ચાર ભાવો પરમપારિણામિકભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કહ્યા છે. પરમપરિણામિકભાવ જેનો સ્વભાવ છે એવો કારણપરમાત્મા આ ચાર ભાવાંતરોને અગોચર છે.]
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy