SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ]. નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ षट्कापक्रमविमुक्तस्य मुक्तिवामलोचनालोचनगोचरस्य त्रिलोकशिखरिशेखरस्य अपहस्तितसमस्तक्लेशावासपंचविधसंसारस्य पंचमगतिप्रान्तस्य स्वभावगतिक्रियाहेतुः धर्मः, अपि च षट्कापक्रमयुक्तानां संसारिणां विभावगतिक्रियाहेतुश्च। यथोदकं पाठीनानां गमनकारणं तथा तेषां जीवपुद्गलानां गमनकारणं स धर्मः। सोऽयममूर्तः अष्टस्पर्शनविनिर्मुक्तः वर्णरसपंचकगंधद्वितयविनिर्मुक्तश्च अगुरुकलघुत्वादिगुणाधारः लोकमात्राकारः अखण्डैकपदार्थः। सहभुवोः गुणाः, क्रमवर्तिनः पर्यायाश्चेति वचनादस्य गतिहेतोधर्मद्रव्यस्य शुद्धगुणाः शुद्धपर्याया भवन्ति। अधर्मद्रव्यस्य स्थितिहेतुर्विशेषगुणः। अस्यैव तस्य धर्मास्तिकायस्य गुणपर्यायाः सर्वे भवन्ति। आकाशस्यावकाशदानलक्षणमेव विशेषगुणः। इतरे धर्माधर्मयोर्गुणाः स्वस्यापि सदृशा इत्यर्थः। लोकाकाशधर्माधर्माणां समानप्रमाणत्वे નામને યોગ્ય છે, જેઓ છ અપક્રમથી વિમુક્ત છે, જેઓ મુક્તિરૂપી સુલોચનાનાં લોચનનો વિષય છે (અર્થાત્ જેમને મુક્તિરૂપી સુંદરી પ્રેમથી નિહાળે છે), જેઓ ત્રિલોકરૂપી ‘શિખરીના શિખર છે, જેમણે સમસ્ત ક્લેશના ઘરરૂપ પંચવિધ સંસારને (-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના પરાવર્તનરૂપ પાંચ પ્રકારના સંસારને) દૂર કર્યો છે અને જેઓ પંચમગતિના સીમાડે છે–એવા અયોગી ભગવાનને સ્વભાવગતિક્રિયારૂપે પરિણમતાં *સ્વભાવગતિક્રિયાનો હેતુ ધર્મ છે. વળી છ અપક્રમથી યુક્ત એવા સંસારીઓને તે ધર્મ) *વિભાવગતિક્રિયાનો હેતુ છે. જેમ પાણી માછલાંને ગમનનું કારણ છે, તેમ તે ધર્મ તે જીવયુગલોને ગમનનું કારણ (નિમિત્ત) છે. તે ધર્મ અમૂર્ત, આઠ સ્પર્શ રહિત, તેમ જ પાંચ વર્ણ, પાંચ રસ અને બે ગંધ વિનાનો, અગુરુલઘુત્વાદિ ગુણોના આધારભૂત, લોકમાત્રા આકારવાળો (-લોકપ્રમાણ આકારવાળો), અખંડ એક પદાર્થ છે. ““સહભાવી ગુણો છે અને ક્રમવર્તી પર્યાયો છે' એવું શાસ્ત્રનું) વચન હોવાથી ગતિના હેતુભૂત આ ધર્મદ્રવ્યને શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો હોય છે. અધર્મદ્રવ્યનો વિશેષગુણ સ્થિતિ હેતુત્વ છે. આ અધર્મદ્રવ્યના બાકીના) ગુણપર્યાયો જેવા તે ધર્માસ્તિકાયના બાકીના) સર્વ ગુણપર્યાયો હોય છે. આકાશનો, અવકાશદાનરૂપ લક્ષણ જ વિશેષગુણ છે. ધર્મ અને અધર્મના બાકીના ગુણો આકાશના બાકીના ગુણો જેવા પણ છે. ૧ શિખરી = શિખરવંત; પર્વત. * સ્વભાવગતિક્રિયા તથા વિભાવગતિક્રિયાના અર્થ માટે ૨૨મું પાનું જુઓ.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy