SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] અજીવ અધિકાર [ ૫૧ विभावपुद्गलस्वरूपाख्यानमेतत् ।। अतिस्थूलस्थूला हि ते खलु पुद्गलाः सुमेरुकुम्भिनीप्रभृतयः। घृततैलतक्रक्षीरजलप्रभृतिसमस्तद्रव्याणि हि स्थूलपुद्गलाश्च। छायातपतमःप्रभृतयः स्थूलसूक्ष्मपुद्गलाः। स्पर्शनरसनघ्राणश्रोत्रेन्द्रियाणां विषयाः सूक्ष्मस्थूलपुद्गलाः शब्दस्पर्शरसगन्धाः। शुभाशुभपरिणामद्वारेणागच्छतां शुभाशुभकर्मणां योग्याः सूक्ष्मपुद्गलाः। एतेषां विपरीताः सूक्ष्मसूक्ष्मपुद्गलाः कर्मणामप्रायोग्या इत्यर्थः। अयं विभावपुद्गलक्रमः। तथा चोक्तं पंचास्तिकायसमयेટીકા –આ. વિભાવપુદ્ગલના સ્વરૂપનું કથન છે. સુમેરુ, પૃથ્વી વગેરે (ઘન પદાર્થો) ખરેખર અતિપૂલચૂલ પુદ્ગલો છે. ઘી, તેલ, છાશ, દૂધ, જળ વગેરે સમસ્ત (પ્રવાહી) પદાર્થો પૂલ પુદ્ગલો છે. છાયા, આતપ, અંધકાર વગેરે સ્થૂલસૂક્ષ્મ પુદ્ગલો છે. સ્પર્શનેંદ્રિય, રસનેંદ્રિય, ઘ્રાણેદ્રિય અને શ્રોસેંદ્રિયના વિષયો– સ્પર્શ, રસ, ગંધ અને શબ્દ–સૂક્ષ્મણૂલ પુદ્ગલો છે. શુભાશુભ પરિણામ દ્વારા આવતાં એવાં શુભાશુભ કર્મોને યોગ્ય (સ્કંધો) તે સૂક્ષ્મ પુદ્ગલો છે. આમનાથી વિપરીત અર્થાત્ કર્મોને અયોગ્ય (સ્કંધો) તે સૂક્ષ્મસૂક્ષ્મ પુદ્ગલો છે.-આમ (આ ગાથાઓનો) અર્થ છે. આ વિભાવપુદ્ગલનો ક્રમ છે. [ભાવાર્થ –સ્કંધો છ પ્રકારના છે : (૧) કાષ્ઠપાષાણાદિક જે સ્કંધો છેદવામાં આવતાં સ્વયમેવ સંધાઈ શકતા નથી તે સ્કંધો અતિશૂલપૂલ છે. (૨) દૂધ, જળ આદિ જે સ્કંધો છેદવામાં આવતાં ફરીને સ્વયમેવ જોડાઈ જાય છે તે સ્કંધો સ્થૂલ છે. (૩) તડકો, છાંયો, ચાંદની, અંધકાર ઇત્યાદિ જે કંધો સ્થૂલ જણાતા હોવા છતાં ભેદી શકાતા નથી કે હસ્તાદિકથી ગ્રહી શકાતા નથી તે સ્કંધો સ્થૂલસૂક્ષ્મ છે. (૪) આંખથી નહિ દેખાતા એવા જે ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો સૂક્ષ્મ હોવાછતાં સ્કૂલ જણાયછે (-સ્પર્શનેંદ્રિયથી સ્પર્શી શકાયછે, જીભથી આસ્વાદી શકાય છે, નાકથી ચૂંધી શકાય છે અથવા કાનથી સાંભળી શકાય છે) તે સ્કંધો સૂક્ષ્મણૂલ છે. (૫) ઇન્દ્રિયજ્ઞાનને અગોચર એવા જે કર્મવર્ગણારૂપ સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મ છે. (૬) કર્મવર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત) જે અત્યંત સૂક્ષ્મ દ્વિઅણુકપર્યત સ્કંધો તે સ્કંધો સૂક્ષ્મસૂક્ષ્મ છે.] એવી જ રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પંચાસ્તિકાયસમયમાં (*ગાથા દ્વારા) કાવું છે કે :* જુઓ શ્રી પરમશ્રુતપ્રભાવકમંડળ દ્વારા પ્રકાશિત પંચાસ્તિકાય, દ્વિતીય આવૃત્તિ, પાનું ૧૩૦.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy