SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ मतिज्ञानावरणीयकर्मक्षयोपशमेन यथा मूर्तं वस्तु जानाति तथा चक्षुर्दर्शनावरणीयकर्मक्षयोपशमेन मूर्तं वस्तु पश्यति च । यथा श्रुतज्ञानावरणीयकर्मक्षयोपशमेन श्रुतद्वारेण द्रव्यश्रुतनिगदितमूर्तामूर्तसमस्तं वस्तुजातं परोक्षवृत्त्या जानाति तथैवाचक्षुर्दर्शनावरणीयकर्मक्षयोपशमेन स्पर्शनरसनग्राणश्रोत्रद्वारेण तत्तद्योग्यविषयान् पश्यति च । यथा अवधिज्ञानावरणीयकर्मक्षयोपशमेन शुद्धपुद्गलपर्यंतं मूर्तद्रव्यं जानाति तथा अवधिदर्शनावरणीयकर्मक्षयोपशमेन समस्तमूर्तपदार्थं पश्यति च । ૩૪ ] अत्रोपयोगव्याख्यानानन्तरं पर्यायस्वरूपमुच्यते । परि समन्तात् भेदमेति गच्छतीति पर्यायः। अत्र स्वभावपर्यायः षड्रद्रव्यसाधारणः अर्थपर्यायः अवाङ्मनसगोचरः अतिसूक्ष्मः आगमप्रामाण्यादभ्युपगम्योऽपि च षड्ढानिवृद्धिविकल्पयुतः । अनंतभागवृद्धिः असंख्यात - भागवृद्धिः संख्यातभागवृद्धिः संख्यातगुणवृद्धिः असंख्यातगुणवृद्धिः अनंतगुणवृद्धिः, तथा જેમ મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને જાણે છે, તેમ ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) મૂર્ત વસ્તુને *દેખે છે. જેમ શ્રુત જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શ્રુત દ્વારા દ્રવ્યશ્રુતે કહેલા મૂર્તઅમૂર્ત સમસ્ત વસ્તુસમૂહને પરોક્ષ રીતે જાણે છે, તેમ અચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સ્પર્શન, રસન, ઘ્રાણ અને શ્રોત્ર દ્વારા તેને તેને યોગ્ય વિષયોને દેખે છે. જેમ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) શુદ્ધપુદ્ગલપર્યંત (-પરમાણુ સુધીના) મૂર્તદ્રવ્યને જાણે છે, તેમ અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી (જીવ) સમસ્ત મૂર્ત પદાર્થને દેખે છે. (ઉપર પ્રમાણે) ઉપયોગનું વ્યાખ્યાન કર્યા પછી અહીં પર્યાયનું સ્વરૂપ કહેવામાં આવે છે : પરિ સમન્તાત મેમેતિ ચ્છતીતિ પર્યાયઃ। અર્થાત્ જે સર્વ તરફથી ભેદને પામે તે પર્યાય છે. તેમાં, સ્વભાવપર્યાય છ દ્રવ્યને સાધારણ છે, અર્થપર્યાય છે, વાણી અને મનને અગોચર છે, અતિ સૂક્ષ્મ છે, આગમપ્રમાણથી સ્વીકારવાયોગ્ય તેમ જ છ હાનિવૃદ્ધિના ભેદો સહિત છે અર્થાત્ અનંતભાગ વૃદ્ધિ, અસંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતભાગ વૃદ્ધિ, સંખ્યાતગુણ વૃદ્ધિ, અસંખ્યાતગુણ વૃદ્ધિ અને અનંતગુણ વૃદ્ધિ સહિત હોય છે અને એવી * દેખવું = સામાન્યપણે અવલોકવું; સામાન્ય પ્રતિભાસ થવો.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy