SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] જીવ અધિકાર [ ૨૫ (માનિની) अथ सकलजिनोक्तज्ञानभेदं प्रबुद्धवा परिहतपरभावः स्वस्वरूपे स्थितो यः। सपदि विशति यत्तच्चिच्चमत्कारमात्रं स भवति परमश्रीकामिनीकामरूपः॥१७॥ केवलमिंदियरहियं असहायं तं सहावणाणं ति। सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं॥११॥ [ભાવાર્થ :–ચૈતન્યાનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગ બે પ્રકારનો છે : (૧) જ્ઞાનોપયોગ અને (૨) દર્શનોપયોગ. જ્ઞાનોપયોગના પણ બે પ્રકાર છે : (૧) સ્વભાવજ્ઞાનોપયોગ અને (૨) વિભાવજ્ઞાનોપયોગ.સ્વભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છે : (૧) કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળજ્ઞાનોપયોગ) અને (૨) કારણસ્વભાવ જ્ઞાનોપયોગ (અર્થાતુ *સહજજ્ઞાનોપયોગ). વિભાવજ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છે : (૧) સમ્યક્ વિભાવજ્ઞાનોપયોગ અને (૨) મિથ્યા વિભાવજ્ઞાનોપયોગ (અર્થાત્ કેવળ વિભાવજ્ઞાનોપયોગ). સમ્યક્ વિભાવજ્ઞાનોપયોગના ચાર ભેદો (સુમતિજ્ઞાનોપયોગ, સુશ્રુત જ્ઞાનોપયોગ, સુઅવધિજ્ઞાનોપયોગ અને મન:પર્યયજ્ઞાનોપયોગ) હવેની બે ગાથાઓમાં કહેશે. મિથ્યો વિભાવજ્ઞાનોપયોગના અર્થાતુ કેવળ વિભાવજ્ઞાનોપયોગના ત્રણ ભેદો છે : (૧) કુમતિજ્ઞાનોપયોગ, (૨) કુશ્રુતજ્ઞાનોપયોગ અને (૩) વિર્ભાગજ્ઞાનોપયોગ અર્થાત્ કુઅવધિજ્ઞાનોપયોગ.] [હવે દસમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ –] જિનેંદ્રકથિત સમસ્ત જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પરભાવોને પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થકો શીધ્ર ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જાય છે– ઊંડો ઊતરી જાય છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થાય છે (અર્થાત્ મુક્તિસુંદરીનો પતિ થાય છે). ૧૭. અસહાય, ઇન્દ્રિવિહીન, કેવળ, તે સ્વભાવિક જ્ઞાન છે; સુજ્ઞાન ને અજ્ઞાન–એમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧. * સહજજ્ઞાનોપયોગ પરમ પરિણામિકભાવે સ્થિત છે તેમ જ ત્રણે કાળે ઉપાધિ રહિત છે; તેમાંથી
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy