SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચયપરમાવશ્યક અધિકાર [ ૩૧ ૧ (મંદાક્રાંતા) मुक्त्वा मोहं कनकरमणीगोचरं हेयरूपं नित्यानन्दं निरुपमगुणालंकृतं दिव्यबोधम् । चेतः शीघ्रं प्रविश परमात्मानमव्यग्ररूपं लब्ध्वा धर्म परमगुरुतः शर्मणे निर्मलाय॥२७१॥ इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ निश्चयपरमावश्यकाधिकार एकादशमः श्रुतस्कन्धः॥ તેનાં ચરણકમળને સર્વ જનો પૂજે છે. ૨૭૦. | [શ્લોકાર્થ:-] હેયરૂપ એવો જે કનક અને કામિની સંબંધી મોહ તેને છોડીને, તે ચિત્ત! નિર્મળ સુખને અર્થે પરમ ગુરુ દ્વારા ધર્મને પ્રાપ્ત કરીને તું અવ્યગ્રરૂપ શાંતસ્વરૂપી) પરમાત્મામાં–કે જે પરમાત્મા) નિત્ય આનંદવાળો છે, નિરુપમ ગુણોથી અલંકૃત છે અને દિવ્ય જ્ઞાનવાળો છે તેમાં–શીધ્ર પ્રવેશ કર. ૨૭૧. આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસારપરમાગમની નિગ્રંથ મુનિરાજશ્રીપદ્મપ્રભમલધારિદેવવિરચિતતાત્પર્યવૃત્તિનામની ટીકામાં) નિશ્ચયપરમાવશ્યક અધિકાર નામનો અગિયારમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy