SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ ] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ लब्ध्वा निधिमेकस्तस्य फलमनुभवति सुजनत्वेन। तथा ज्ञानी ज्ञाननिधिं भुंक्ते त्यक्त्वा परततिम् ॥१५७॥ अत्र दृष्टान्तमुखेन सहजतत्त्वाराधनाविधिरुक्तः। कश्चिदेको दरिद्रः क्वचित् कदाचित् सुकृतोदयेन निधिं लब्ध्वा तस्य निधेः फलं हि सौजन्यं जन्मभूमिरिति रहस्ये स्थाने स्थित्वा अतिगूढवृत्त्यानुभवति इति दृष्टान्तपक्षः। दार्टान्तपक्षेऽपि सहजपरमतत्त्वज्ञानी जीवः क्वचिदासन्नभव्यस्य गुणोदये सति सहजवैराग्यसम्पत्तौ सत्यां परमगुरुचरणनलिनयुगलनिरतिशयभक्त्या मुक्तिसुन्दरीमुखमकरन्दायमानं सहजज्ञाननिधिं परिप्राप्य परेषां जनानां स्वरूपविकलानां ततिं समूह ध्यानप्रत्यूहकारणमिति त्यजति। અન્વયાર્થઃ—[] જેમ કોઈ એક (દરિદ્ર માણસ) [નિધિ] નિધિને [ત્તરધ્યા] પામીને [સુનનત્વેન] પોતાના વતનમાં (ગુપ્તપણે) રહી [તસ્ય હિત્ત] તેના ફળને [અનુમતિ] ભોગવે છે, [તથા] તે મ [જ્ઞાની] જ્ઞાની [પરતિમું] પરજનોના સમૂહને [ત્યવસ્વા] છોડીને [જ્ઞાનનિધિ] જ્ઞાનનિધિને [j] ભોગવે છે. ટીકા –અહીં દષ્ટાંત દ્વારા સહજ તત્ત્વની આરાધનાનો વિધિ કહ્યો છે. કોઈ એક દરિદ્ર મનુષ્ય ક્વચિત્ કદાચિત્ પુણ્યોદયથી નિધિને પામીને, તે નિધિના ફળને સૌજન્ય અર્થાત્ જન્મભૂમિ એવું જે ગુપ્ત સ્થાન તેમાં રહીને અતિ ગુપ્તપણે ભોગવે છે; આમ દૃષ્ટાંતપક્ષ છે. ૧દાષ્ટતપક્ષે પણ (એમ છે કે)–સહજપરમતત્ત્વજ્ઞાની જીવ ક્વચિત્ આસન્નભવ્યના (આસન્નભવ્યતારૂપ) ગુણનો ઉદય થતાં સહજવૈરાગ્યસંપત્તિ હોતાં, પરમ ગુરુના ચરણકમળયુગલની નિરતિશય (ઉત્તમ) ભક્તિ વડે મુક્તિસુંદરીના મુખના મકરંદ સમાન સહજજ્ઞાનનિધિને પામીને, સ્વરૂપવિકળ એવા પર જનોના સમૂહને ધ્યાનમાં વિનનું કારણ સમજીને તજે છે. [હવે આ ૧૫૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે ૧. દાર્જીત = દષ્ટાંત વડે સમજાવવાની હોય તે વાત; ઉપમેય. ૨. મકરંદ = પુષ્પરસ; ફૂલનું મધ. ૩. સ્વરૂપવિકળ = સ્વરૂપ પ્રાપ્તિ વગરના; અજ્ઞાની.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy