SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા] નિશ્ચયપરમાવશ્યક અધિકાર [ ૩૦૭ ह्यभव्याः। कर्म नानाविधं द्रव्यभावनोकर्मभेदात्, अथवा मूलोत्तरप्रकृतिभेदाच्च, अथ तीव्रतरतीव्रमंदमंदतरोदयभेदाता। जीवानां सुखादिप्राप्तेलब्धिः कालकरणोपदेशोपशमप्रायोग्यताभेदात् पञ्चधा। ततः परमार्थवेदिभिः स्वपरसमयेषु वादो न कर्तव्य इति। ( શિરી) विकल्पो जीवानां भवति बहुधा संसृतिकरः तथा कर्मानेकविधमपि सदा जन्मजनकम् । असौ लब्धि ना विमलजिनमार्गे हि विदिता ततः कर्तव्यं नो स्वपरसमयैर्वादवचनम् ॥२६७॥ लभ्रूणं णिहि एक्को तस्स फलं अणुहवेइ सुजणत्ते। तह णाणी णाणणिहिं भुंजेइ चइत्तु परतत्तिं ॥१५७॥ ખરેખર અભવ્યો છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ એવા ભેદોને લીધે, અથવા (આઠ) મૂળ પ્રકૃતિ અને (એક સો ને અડતાળીસ) ઉત્તર પ્રકૃતિરૂપ ભેદોને લીધે, અથવા તીવ્રતર, તીવ્ર, મંદ ને મંદતર ઉદયભેદોને લીધે, કર્મનાના પ્રકારનું છે. જીવોને સુખાદિની પ્રાપ્તિરૂપ લબ્ધિ કાળ, કરણ, ઉપદેશ, ઉપશમ અને પ્રાયોગ્યતારૂપ ભેદોને લીધે પાંચ પ્રકારની છે. માટે પરમાર્થના જાણનારાઓએ સ્વસમયો અને પરસમયો સાથે વાદ કરવાયોગ્ય નથી. [ભાવાર્થ –જગતમાં જીવો, તેમનાં કર્મ, તેમનીલબ્ધિઓ વગેરે અનેક પ્રકારનાં છે; તેથી સર્વ જીવો સમાન વિચારના થાય તે બનવું અસંભવિત છે. માટે પર જીવોને સમજાવી દેવાની આકુળતા કરવી યોગ્ય નથી. સ્વાત્માવલંબનરૂપ નિજ હિતમાં પ્રમાદ ન થાય એમ રહેવું એ જ કર્તવ્ય છે.] [હવે આ ૧૫૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :] [શ્લોકાર્થ –] જીવોના, સંસારના કારણભૂત એવા (ાસ, સ્થાવર વગેરે) બહુ પ્રકારના ભેદો છે; એવી રીતે સદા જન્મનું ઉત્પન્ન કરનારું કર્મ પણ અનેક પ્રકારનું છે; આ લબ્ધિ પણ વિમળ જિનમાર્ગમાં અનેક પ્રકારની પ્રસિદ્ધ છે; માટે સ્વસમયો અને પરસમયો સાથે વચનવિવાદ કર્તવ્ય નથી. ૨૬૭. નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે, ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે. ૧૫૭.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy