SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ] નિયમસાર (વસંતતિાન્હા) अद्वन्द्वनिष्ठमनघं परमात्मतत्त्वं संभावयामि तदहं पुनरेकमेकम् । किं तैश्च मे फलमिहान्यपदार्थसार्थैः मुक्तिस्पृहस्य भवशर्मणि निःस्पृहस्य ॥२३७॥ इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारख्याख्यायां तात्पर्यवृत्तौ परमभक्त्यधिकारो दशमः श्रुतस्कन्धः ॥ જે યતિઓ યત્ન કરે છે, તેઓ ખરેખર જીવન્મુક્ત થાય છે, બીજાઓ નહિ. ૨૩૬. [શ્લોકાર્થઃ—] જે પરમાત્મતત્ત્વ (રાગદ્વેષાદિ) દ્વંદ્વમાં રહેલું નથી અને અનઘ (નિર્દોષ, મળ રહિત) છે, તે કેવળ એકની હું ફરીફરીને સંભાવના (સમ્યક્ ભાવના) કરું છું. મુક્તિની સ્પૃહાવાળા અને ભવના સુખ પ્રત્યે નિઃસ્પૃહ એવા મને આ લોકમાં પેલા અન્યપદાર્થસમૂહોથી શું ફળ છે? ૨૩૭. આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસારપરમાગમનીનિગ્રંથમુનિરાજશ્રીપદ્મપ્રભમલધારિદેવવિરચિતતાત્પર્યવૃત્તિનામની ટીકામાં) પરમભક્તિ અધિકાર નામનો દશમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy