SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૨ ] નિયમસારા (9) निजात्मगुणसंपदं मम हृदि स्फुरन्तीमिमां समाधिविषयामहो क्षणमहं न जाने पुरा। जगत्रितयवैभवप्रलयहेतुदुःकर्मणां । प्रभुत्वगुणशक्तितः खलु हतोस्मि हा संसृतौ ॥१९८॥ (ગા) भवसंभवविषभूरुहफलमखिलं दुःखकारणं बुद्ध्वा । आत्मनि चैतन्यात्मनि संजातविशुद्धसौख्यमनुभुंक्ते॥१९९॥ इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धनिश्चयप्रायश्चित्ताधिकारः अष्टमः श्रुतस्कन्धः॥ લાગતું) એવું જે ભવભવનું સુખ તે સઘળુંય હું આત્મશક્તિથી નિત્ય સમ્યક્ પ્રકારે તજું ; (અને) જેનો નિજ વિલાસ પ્રગટ થયો છે, જે સહજ પરમ સૌખ્યવાનું છે અને જે ચૈતન્યચમત્કારમાત્ર છે, તેને (-તે આત્મતત્ત્વને) હું સર્વદા અનુભવું છું. ૧૯૭. [શ્લોકાર્થ :–] અહો ! મારા હૃદયમાં સ્કુરાયમાન આ નિજ આત્મગુણસંપદાને –કે જે સમાધિનો વિષય છે તેને—મેં પૂર્વે એક ક્ષણ પણ જાણી નહિ. ખરેખર, ત્રણ લોકના વૈભવના પ્રલયના હેતુભૂત દુષ્કર્મોની પ્રભુત્વગુણશક્તિથી (-દુષ્ટ કર્મોના પ્રભુત્વ ગુણની શક્તિથી), અરેરે ! હું સંસારમાં માર્યો ગયો છું (હેરાન થઈ ગયો છું). ૧૯૮. [શ્લોકાર્થ –] ભવોત્પન્ન (–સંસારમાં ઉત્પન્ન થતા) વિષવૃક્ષના સમસ્ત ફળને દુ:ખનું કારણ જાણીને હું ચૈતન્યાત્મક આત્મામાં ઉત્પન્ન વિશુદ્ધસૌખ્યને અનુભવું છું. ૧૯૯. આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસારપરમાગમનીનિગ્રંથ મુનિરાજશ્રીપદ્મપ્રભમલધારિદેવવિરચિતતાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) શુદ્ધનિશ્ચયપ્રાયશ્ચિત્ત અધિકાર નામનો આઠમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy