SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ ( oft) “वनचरभयाद्धावन् दैवाल्लताकुलवालधिः किल जडतया लोलो वालव्रजेऽविचलं स्थितः। बत स चमरस्तेन प्राणैरपि प्रवियोजितः परिणततृषां प्रायेणैवंविधा हि विपत्तयः॥" તથા હિં– (ગાયf). क्षमया क्रोधकषायं मानकषायं च मार्दवेनैव । मायामार्जवलाभाल्लोभकषायं च शौचतो जयतु॥१८२॥ उक्किट्ठो जो बोहो णाणं तस्सेव अप्पणो चित्तं । जो धरइ मुणी णिचं पायच्छित्तं हवे तस्स ॥११६॥ શકાતા નથી એવો જે મિથ્યાત્વરૂપીઘોર અંધકારવાળો માયારૂપી મહાનખાડો તેનાથી ડરતા રહેવું યોગ્ય છે.” “શ્લિોકાર્થ –] *વનચરના ભયથી ભાગતી ચમરી ગાયનું પૂંછડું દૈવયોગે વેલમાં ગુંચવાઈ જતા જડતાને લીધે વાળના ગુચ્છા પ્રત્યે લોલુપતાવાળી તે ગાય (પોતાના સુંદર વાળને તૂટવા નહિ દેવાના લોભને લીધે) ત્યાં અવિચળપણે ઊભી રહી ગઈ, અને અરેરે ! તે ગાયને વનચર વડે પ્રાણથી પણ વિમુક્ત કરવામાં આવી ! (અર્થાત્ તે ગાયે વાળના લોભમાં પ્રાણ પણ ગુમાવ્યા !) જેમને તૃષ્ણા પરિણમી છે તેમને પ્રાયઃ આવી જ વિપત્તિઓ આવે છે.' વળી (આ ૧૧૫મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકારમુનિરાજ શ્લોક કહે છે) : [શ્લોકાર્થ –] ક્રોધકષાયને ક્ષમાથી, માનકષાયને માર્દવથી જ, માયાને આર્જવની પ્રાપ્તિથી અને લોભકષાયને શૌચથી (-સંતોષથી) જીતો. ૧૮૨. ઉત્કૃષ્ટ નિજ અવબોધને વા જ્ઞાનને વા ચિત્તને ધારણ કરે છે નિત્ય, પ્રાયશ્ચિત્ત છે તે સાધુને. ૧૧૬. * વનચર = વનમાં રહેનાર, ભીલ વગેરે મનુષ્ય અથવા વાઘ વગેરે જંગલી પશુ.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy