SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૪] નિયમસાર [ ભગવાનશ્રી કુંદકુંદ ___भव्यस्य पारिणामिकभावस्वभावेन परमस्वभावः। औदयिकादिचतुर्णा विभावस्वभावानामगोचरः स पंचमभावः। अत एवोदयोदीरणक्षयक्षयोपशमविविधविकारविवर्जितः। अतः कारणादस्यैकस्य परमत्वम्, इतरेषां चतुर्णां विभावानामपरमत्वम्। निखिलकर्मविषवृक्षमूलनिर्मूलनसमर्थः त्रिकालनिरावरणनिजकारणपरमात्मस्वरूपश्रद्धानप्रतिपक्षतीव्रमिथ्यात्वकर्मोदयबलेन कुदृष्टेरयं परमभावः सदा निश्चयतो विद्यमानोऽप्यविद्यमान एव । नित्यनिगोदक्षेत्रज्ञानामपि शुद्धनिश्चयनयेन स परमभावः अभव्यत्वपारिणामिक इत्यनेनाभिधानेन न संभवति। यथा मेरोरधोभागस्थितसुवर्णराशेरपि सुवर्णत्वं, अभव्यानामपि तथा परमस्वभावत्वं; वस्तुनिष्ठं, न व्यवहारयोग्यम्। सुदृशामत्यासन्नभव्यजीवानां सफलीभूतोऽयं परमभावः सदा निरंजनत्वात्; यतः सकलकर्मविषमविषद्रुमपृथुमूलनिर्मूलनसमर्थत्वात् निश्चयपरमालोचनाविकल्पसंभवालुंछनाभिधानम् अनेन परमपंचमभावेन अत्यासन्नभव्यजीवस्य सिध्यतीति। ભવ્યને પારિણામિકભાવરૂપસ્વભાવ હોવાને લીધે પરમ સ્વભાવ છે. તે પંચમ ભાવ ઔદયિકાદિચારવિભાવસ્વભાવોને અગોચર છે. તેથીજતે પંચમભાવઉદય, ઉદીરણા,ક્ષય, ક્ષયોપશમ એવા વિવિધ વિકારો વિનાનો છે. આ કારણથી આ એકને પરમાણું છે, બાકીના ચાર વિભાવોને અપરમપણું છે. સમસ્ત કર્મરૂપી વિષવૃક્ષના મૂળને ઉખેડી નાખવામાં સમર્થ એવો આ પરમભાવ, ત્રિકાળનિરાવરણ નિજ કારણપરમાત્માના સ્વરૂપની શ્રદ્ધાથી પ્રતિપક્ષ તીવ્ર મિથ્યાત્વકર્મના ઉદયને લીધે કુદષ્ટિને, સદાનિશ્ચયથી વિદ્યમાન હોવાછતાં, અવિદ્યમાન જ છે (કારણ કે મિથ્યાષ્ટિને તે પરમભાવના વિદ્યમાનપણાની શ્રદ્ધા નથી). નિત્યનિગોદના જીવોને પણ શુદ્ધનિશ્ચયનયથી તે પરમભાવ “અભવ્યત્વપારિણામિક' એવા નામ સહિત નથી (પરંતુ શુદ્ધપણે જ છે).જેમામેરુનાઅધોભાગમાં રહેલા સુવર્ણરાશિને પણ સુવર્ણપણું છે, તેમ અભવ્યોને પણ પરમસ્વભાવપણું છે;તેવસ્તુનિષ્ઠ છે,વ્યવહારયોગ્યનથી (અર્થાત્ જેમ મેરુની નીચેના સુવર્ણરાશિનું સુવર્ણપણું સુવર્ણરાશિમાં રહેલું છે પણ તેવપરાશમાં-ઉપયોગમાં આવતું નથી, તેમ અભવ્યોનું પરમસ્વભાવપણું આત્મવસ્તુમાં રહેલું છે પણ તે કામમાં આવતું નથી કારણ કે અભવ્ય જીવો પરમસ્વભાવનો આશ્રય કરવાને અયોગ્ય છે). સુદૃષ્ટિઓને–અતિ આસન્નભવ્ય જીવોને–આ પરમભાવ સદા નિરંજનપણાને લીધે (અર્થાત્ સદા નિરંજનપણે પ્રતિભાસ્યો હોવાને લીધે) સફળ થયો છે, જેથી, આપરમપંચમભાવવડે અતિઆસન્નભવ્ય જીવને નિશ્ચયપરમઆલોચનાના ભેદરૂપે ઉત્પન્ન થતું “આલુંછન” નામસિદ્ધથાયછે,કારણ કે તે પરમભાવસમસ્તકર્મરૂપીવિષમવિષવૃક્ષનાવિશાળ મૂળને ઉખેડી નાખવામાં સમર્થ છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy