SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચયપ્રત્યાખ્યાન અધિકાર [ ૧૮૩ अत्र परमभावनाभिमुखस्य ज्ञानिनः शिक्षणमुक्तम् । यस्तु कारणपरमात्मा सकलदुरितवीरवैरिसेनाविजयवैजयन्तीलुंटाकं त्रिकालनिरावरणनिरंजननिजपरमभावं क्वचिदपि नापि मुंचति, पंचविधसंसारप्रवृद्धिकारणं विभावपुद्गलद्रव्यसंयोगसंजातं रागादिपरभावं नैव गृह्णाति, निश्चयेन निजनिरावरणपरमबोधेन निरंजनसहजज्ञानसहजदृष्टिसहजशीलादिस्वभावधर्माणामाधाराधेयविकल्पनिर्मुक्तमपि सदामुक्तं सहजमुक्तिभामिनीसंभोगसंभवपरतानिलयं कारणपरमात्मानं जानाति, तथाविधसहजावलोकेन पश्यति च, स च कारणसमयसारोहमिति भावना सदा कर्तव्या सम्यग्ज्ञानिभिरिति। तथा चोक्तं श्रीपूज्यपादस्वामिभिःપશ્યતિ] જાણે દેખે છે, [સઃ રમુ] તે હું છું [ત્તિ] એમ [જ્ઞાની] જ્ઞાની [વિત] ચિંતવે છે. ટીકા :–અહીં, પરમ ભાવનાની સંમુખ એવા જ્ઞાનીને શિખામણ દીધી છે. જે કારણપરમાત્મા (૧) સમસ્ત પાપરૂપી બહાદુર શત્રુસેનાની વિજયધજાને લૂંટનારા, ત્રિકાળનિરાવરણ, નિરંજન, નિજ પરમભાવને ક્યારેય છોડતો નથી; (૨) પંચવિધ (-પાંચ પરાવર્તનરૂપ) સંસારની વૃદ્ધિના કારણભૂત, ભવિભાવપુદ્ગલદ્રવ્યના સંયોગથી જનિત રાગાદિપરભાવને ગ્રહતો નથી; અને (૩) નિરંજન સહજજ્ઞાન સહજસ્ટિસહજચારિત્રાદિ સ્વભાવધર્મોના આધારઆધેય સંબંધી વિકલ્પો રહિત, સદા મુક્ત તથા સહજ મુક્તિરૂપી સ્ત્રીના સંભોગથી ઉત્પન્ન થતા સૌખ્યના સ્થાનભૂત–એવા *કારણપરમાત્માને નિશ્ચયથી નિજ નિરાવરણ પરમજ્ઞાન વડે જાણે છે અને તે પ્રકારના સહજ અવલોકન વડે (-સહજ નિજ નિરાવરણ પરમદર્શન વડે) દેખે છે; તે કારણસમયસાર હું છું—એમ સમ્યજ્ઞાનીઓએ સદા ભાવના કરવી. એવી રીતે શ્રી પૂજયપાદસ્વામીએ (સમાધિતંત્રમાં ૨૦મા શ્લોક દ્વારા) કહ્યું છે રાગાદિપરભાવની ઉત્પત્તિમાં પુગલકર્મ નિમિત્ત બને છે. ૨. કારણપરમાત્મા “પોતે આધાર છે અને સ્વભાવધ આધેય છે” એવા વિકલ્પો વિનાનો છે, સદા મુક્ત છે અને મુક્તિસુખનું રહેઠાણ છે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy