SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૭૨ ] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ उत्तमार्थ आत्मा तस्मिन् स्थिता घ्नन्ति मुनिवराः कर्म। तस्मात्तु ध्यानमेव हि उत्तमार्थस्य प्रतिक्रमणम् ॥९२॥ अत्र निश्चयोत्तमार्थप्रतिक्रमणस्वरूपमुक्तम् । इह हि जिनेश्वरमार्गे मुनीनां सल्लेखनासमये हि द्विचत्वारिंशद्भिराचार्यदत्तोत्तमार्थप्रतिक्रमणाभिधानेन देहत्यागो धर्मो व्यवहारेण। निश्चयेन नवार्थेषूत्तमार्थो ह्यात्मा तस्मिन् सच्चिदानंदमयकारणसमयसारस्वरूपे तिष्ठन्ति ये तपोधनास्ते नित्यमरणभीरवः, अत एव कर्मविनाशं कुर्वन्ति। तस्मादध्यात्मभाषयोक्तभेदकरणध्यानध्येयविकल्पविरहितनिरवशेषेणान्तर्मुखाकारसकलेन्द्रियागोचरनिश्चयपरमशुक्लध्यानमेव निश्चयोत्तमार्थप्रतिक्रमणमित्यवबोद्धव्यम्। किं च, निश्चयोत्तमार्थप्रतिक्रमणं स्वात्माश्रयनिश्चयधर्मशुक्लध्यानमयत्वादमृतकुंभस्वरूपं भवति, व्यवहारोत्तमार्थप्रतिक्रमणं व्यवहारधर्मध्यानमयत्वादिषकुंभस्वरूपं भवति। અન્વયાર્થ –[વત્તમાર્થ:] ઉત્તમાર્થ (-ઉત્તમ પદાર્થ) [ગાત્મા] આત્મા છે [તસ્મિન્ સ્થિતા ] તેમાં સ્થિત [મુનિવર ] મુનિવરો [ર્મ નત્તિ કર્મને હણે છે. [તસ્માત્ તો તેથી [ધ્યાનમ્ પ્રવ] ધ્યાન જ [દિ] ખરેખર [ઉત્તમાર્થય] ઉત્તમાર્થનું [તિવમળ] પ્રતિક્રમણ છે. ટીકા –અહીં (આ ગાથામાં), નિશ્ચય ઉત્તમાર્થપ્રતિક્રમણનું સ્વરૂપ કહ્યું છે. જિનેશ્વરના માર્ગમાં મુનિઓની સલ્લેખનાના વખતે, બેતાલીસ આચાર્યો વડે, જેનું નામ ઉત્તમાર્થપ્રતિક્રમણ છે તે આપવામાં આવતું હોવાને લીધે, દેહત્યાગ વ્યવહારથી ધર્મ છે. નિશ્ચયથી–નવ અર્થોમાં ઉત્તમ અર્થ આત્મા છે; સચ્ચિદાનંદમય કારણસમયસારસ્વરૂપ એવા તે આત્મામાં જે તપોધનો સ્થિત રહે છે, તે તપોધનો નિત્ય મરણભીરુ છે; તેથી જ તેઓ કર્મનો વિનાશ કરે છે. માટે અધ્યાત્મભાષાએ, પૂર્વોક્ત *ભેદકરણ વિનાનું, ધ્યાન અને ધ્યેયના વિકલ્પો રહિત, નિરવશેષપણે અંતર્મુખ જેનો આકાર છે એવું અને સકળ ઇન્દ્રિયોથી અગોચર નિશ્ચયપરમશુક્લધ્યાન જ નિશ્ચયઉત્તમાર્થપ્રતિક્રમણ છે એમ જાણવું. વળી, નિશ્ચય ઉત્તમાર્થપ્રતિક્રમણ સ્વાત્માશ્રિત એવાં નિશ્ચયધર્મધ્યાન અને નિશ્ચય શુક્લધ્યાનમય હોવાથી અમૃતકુંભસ્વરૂપ છે; વ્યવહારઉત્તમાર્થપ્રતિક્રમણ વ્યવહારધર્મધ્યાનમય હોવાથી વિષકુંભસ્વરૂપ છે. * ભેદકરણ = ભેદ કરવા તે; ભેદ પાડવા તે.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy