SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] सामान्यप्रत्ययाः, तेन स्वरूपविलेन बहिरात्मजीवेनानासादितपरमनैष्कर्म्यचरित्रेण सम्यग्दर्शनज्ञानचारित्राणि न भावितानि भवन्तीति । अस्य मिथ्यादृष्टेर्विपरीतगुणनिचयसंपन्नोऽत्यासन्नभव्यजीवः । अस्य सम्यग्ज्ञानभावना कथमिति चेत् तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः - तथा हि પરમાર્થપ્રતિક્રમણ અધિકાર ― ★ ૨૨ (અનુષ્ટુÇ) " भावयामि भवावर्ते भावनाः प्रागभाविताः । भावये भाविता नेति भवाभावाय भावनाः ॥ " [ ૧૬૯ (માતિની) अथ भवजलराशौ मग्नजीवेन पूर्वं किमपि वचनमात्रं निर्वृतेः कारणं यत् । तदपि भवभवेषु श्रूयते वाह्यते वा न च न च बत कष्टं सर्वदा ज्ञानमेकम् ॥१२१॥ પ્રત્યયોને પૂર્વે સુચિર કાળ ભાવ્યા છે; જેણે ૫૨મ નૈષ્કર્મરૂપ ચારિત્ર પ્રાપ્ત કર્યું નથી એવા તે સ્વરૂપશૂન્ય બહિરાત્મજીવે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર ભાવ્યાં નથી. આ મિથ્યાર્દષ્ટિ જીવથી વિપરીત ગુણસમુદાયવાળો અતિઆસન્નભવ્ય જીવ હોય છે. આ (અતિનિકટભવ્ય) જીવને સમ્યગ્નાનની ભાવના કયા પ્રકારે હોય છે એમ પ્રશ્ન કરવામાં આવે તો (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૩૮મા શ્લોક દ્વારા) કહ્યડં છે કે ઃ ‘[શ્લોકાર્થ :—] *ભવાવર્તમાં પૂર્વે નહિ ભાવેલી ભાવનાઓ (હવે) હું ભાવું છું. તે ભાવનાઓ (પૂર્વે) નહિ ભાવી હોવાથી હું ભવના અભાવ માટે તેમને ભાવું છું (કા૨ણ કે ભવનો અભાવ તો ભવભ્રમણના કારણભૂત ભાવનાઓથી વિરુદ્ધ પ્રકારની, પૂર્વે નહિ ભાવેલી એવી અપૂર્વ ભાવનાઓથી જ થાય).'' વળી (આ ૯૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) -: [શ્લોકાર્થ :—] જે મોક્ષનું કાંઈક કથનમાત્ર (–કહેવામાત્ર) કારણ છે તેને પણ ભવાવર્ત = ભવઆવર્ત; ભવનો ચકરાવો; ભવનું વમળ; ભવપરાવર્ત.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy