SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ अत्र शुद्धात्मनः सकलकर्तृत्वाभावं दर्शयति। बह्वारंभपरिग्रहाभावादहं तावन्नारकपर्यायो न भवामि। संसारिणो जीवस्य बह्वारंभपरिग्रहत्वं व्यवहारतो भवति अत एव तस्य नारकायुष्कहेतुभूतनिखिलमोहरागद्वेषा विद्यन्ते, न च मम शुद्धनिश्चयबलेन शुद्धजीवास्तिकायस्य। तिर्यक्पर्यायप्रायोग्यमायामिश्राशुभकर्माभावात्सदा तिर्यक्पर्यायकर्तृत्वविहीनोऽहम्। मनुष्यनामकर्मप्रायोग्यद्रव्यभावकर्माभावान्न मे मनुष्यपर्यायः शुद्धनिश्चयतो समस्तीति। निश्चयेन देवनामधेयाधारदेवपर्याययोग्यसुरससुगंधस्वभावात्मकपुद्गलद्रव्यसम्बन्धाभावान्न मे देवपर्यायः इति। चतुर्दशभेदभिन्नानि मार्गणास्थानानि तथाविधभेदविभिन्नानि जीवस्थानानि गुणस्थानानि वा शुद्धनिश्चयनयतः परमभावस्वभावस्य न विद्यन्ते। ___ मनुष्यतिर्यकपर्यायकायवयःकृतविकारसमुपजनितबालयौवनस्थविरवृद्धावस्थाद्यनेक - स्थूलकशविविधभेदाः शुद्धनिश्चयनयाभिप्रायेण न मे सन्ति। ટીકા :–અહીં શુદ્ધ આત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે. બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારકપર્યાય નથી. સંસારી જીવને બહુ આરંભપરિગ્રહ વ્યવહારથી હોય છે અને તેથી જ તેને નારકઆયુના હેતુભૂત સમસ્ત મોહરાગદ્વેષ હોય છે, પરંતુ મને–શુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને–તેઓ નથી. તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચપર્યાયના કર્તુત્વવિહીન છું. મનુષ્યનામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયથી નથી. ‘દેવ’ એવા નામનો આધાર જે દેવપર્યાય તેને યોગ્યસુરસસુગંધસ્વભાવવાળાં પુદ્ગલદ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવપર્યાય નથી. ચૌદ ભેટવાળાં માર્ગણાસ્થાનો તથા તેટલા (ચૌદ) ભેટવાળાં જીવસ્થાનો કે ગુણસ્થાનો શુદ્ધનિશ્ચયનયથી પરમભાવસ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી. મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી (-ફેરફારથી) ઉત્પન્ન થતા બાળયુવાનસ્થવિરવૃદ્ધાવસ્થારિરૂપ અનેક સ્થૂલકૃશ વિવિધ ભેદો શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાય મારે નથી.
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy