SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભાવના અતંર-અનુભવને જ તેમણે શાસ્ત્રમાં ઉતાર્યો છે; એકેક અક્ષર શાશ્વત, ટંકોત્કીર્ણ, પરમ સત્ય. નિરપેક્ષ કારણશુદ્ધપર્યાય, સ્વરૂપ પ્રત્યક્ષ સહજજ્ઞાન વગેરે વિષયોનું નિરૂપણ કરીને તો મુનિવરોએ અધ્યાત્મની અનુભવગમ્ય અત્યંત અત્યંત સૂક્ષ્મ અને ગહન વાતને આ શાસ્ત્રમાં ખુલ્લી કરી છે. સર્વોત્કૃષ્ટ પરમાગમ શ્રી સમયસારમાં પણ તે વિષયોનું આવું ખુલ્લી રીતે નિરૂપણ નથી. અહો ! જેમ કોઈ પરાક્રમી કહેવાતો પુરુષ જંગલમાંથી સિંહણનું દૂધ દોહી આવે તેમ આત્મપરાક્રમી મહા મુનિવરોએ જંગલમાં બેઠાં બેઠાં અંતરનાં અમૃત દોહ્યાં છે. સર્વસંગપરિત્યાગી નિગ્રંથોએ જંગલમાં રહ્યાં રહ્યાં સિદ્ધભગવંતો સાથે વાતો કરી છે અને અનંત સિદ્ધભગવંતો કઈ રીતે સિદ્ધિ પામ્યા તેનો ઇતિહાસ આમાં મુકી દીધો છે.” આ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની પ્રાકૃત ગાથાઓ પર તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખનાર મુનિવર શ્રી પદ્મપ્રભમલધારિદેવ છે. તેઓ શ્રી વીરનંદી સિદ્ધાંતચક્રવર્તીના શિષ્ય છે અને વિક્રમની ૧૩મી શતાબ્દીમાં થઈ ગયા છે એમ, શિલાલેખ વગેરે સાધનો દ્વારા, સંશોધકોનું અનુમાન છે. “પરમાગમરૂપી મકરંદ જેમના મુખમાંથી ઝરે છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહ જેમને હતો” એવા નિગ્રંથ મુનિવર શ્રી પદ્મપ્રભદેવે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના હૃદયમાં રહેલા પરમ ગહન આધ્યાત્મિક ભાવોને પોતાના અંતરવેદન સાથે મેળવીને આ ટીકામાં સ્પષ્ટ રીતે ખુલ્લા કર્યા છે. આ ટીકામાં આવતાં કળશરૂપ કાવ્યો અતિશય મધુર છે અને અધ્યાત્મમસ્તીથી તથા ભક્તિરસથી ભરપૂર છે. અધ્યાત્મકવિ તરીકે શ્રી પદ્મપ્રભમલધારિદેવનું સ્થાન જૈન સાહિત્યમાં અતિ ઉચ્ચ છે. ટીકાકાર મુનિરાજે ગધ તેમ જ પધરૂપે પરમ પારિણામિક ભાવને તો ખૂબ ખૂબ ગાયો છે. આખી ટીકા જાણે કે પરમ પારિણામિક ભાવનું અને તદાશ્રિત મુનિદશાનું એક મહાકાવ્ય હોય તેમ મુમુક્ષુ હૃદયોને મુદિત કરે છે. પરમ પરિણામિક ભાવ, સહજ સુખમય મુનિદશા અને સિદ્ધ જીવોની પરમાનંદપરિણતિ પ્રત્યે ભક્તિથી મુનિવરનું ચિત્ત જાણે કે ઉભરાઈ જાય છે અને તે ઊભરાને વ્યક્ત કરવા તેમને શબ્દો અતિશય ઓછા પડતા હોવાથી તેમના મુખમાંથી પ્રસંગોચિત અનેક ઉપમા-અલંકારો વહ્યા છે. બીજી અનેક ઉપમાઓની માફક, મુક્તિ દીક્ષા વગેરેને વારંવાર સ્ત્રીની ઉપમા પણ લેશમાત્ર સંકોચ વિના બેધડકપણે આપવામાં આવી છે તે આત્મમસ્ત મહા મુનિવરનું બ્રહ્મચર્યનું અતિશય જોર સૂચવે છે. સંસાર દાવાનળ સમાન છે અને સિદ્ધદશા તથા મુનિદશા પરમ સહજાનંદમય છેએવા ભાવનું એકધારું વાતાવરણ આખી ટીકામાં બ્રહ્મનિષ્ઠ મુનિવરે અલૌકિક રીતે સર્યું છે અને સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે મુનિઓની વ્રત, નિયમ, તપ, બ્રહ્મચર્ય, ત્યાગ, પરિષહજય ઇત્યાદિરૂપે કોઈ પણ પરિણતિ હઠપૂર્વક, ખેદયુક્ત, કષ્ટજનક કે નરકાદિના ભયમૂલક હોતી નથી પણ અંતરંગ આત્મિક વેદનથી થતી પરમ પરિતૃપ્તિને લીધે સહજાનંદમય હોય છે-કે જે સહજાનંદ પાસે સંસારીઓનાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy