SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ભાવો ઉ૫૨ ૨હે છે ત્યાં સુધી અનંત ઉપાયે પણ તેના કૃતક ઔપાધિક ઉછાળા-શુભાશુભ વિકલ્પો-શમતા નથી, પરંતુ જ્યાં તે દૃષ્ટિને પરમાત્મતત્ત્વરૂપ ધ્રુવ આલંબન હાથ લાગે છે ત્યાં તે જ ક્ષણે તે જીવ (દષ્ટિ-અપેક્ષાએ) કૃતકૃત્યતા અનુભવે છે, (દષ્ટિ-અપેક્ષાએ ) વિધિનિષેધ વિલય પામે છે, અપૂર્વ સમરસભાવનું વેદન થાય છે, નિજ સ્વભાવભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે અને કૃતક ઔપાધિક ઉછાળા ક્રમે ક્રમે વિરામ પામતા જાય છે. આ નિરંજન નિજ પરમાત્મતત્ત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ મુમુક્ષુઓ ભૂત કાળે પંચમ ગતિને પામ્યા છે, વર્તમાન કાળે પામે છે અને ભાવી કાળે પામશે. આ પરમાત્મતત્ત્વ સર્વ તત્ત્વોમાં એક સાર છે, ત્રિકાળનિરાવરણ, નિત્યાનંદ–એકસ્વરૂપ છે, સ્વભાવ-અનંત-ચતુષ્ટયથી સનાથ છે, સુખસાગરનું પૂર છે, ક્લેશોદધિનો કિનારો છે, ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે. હું ભવ્ય જીવો ! આ પરમાત્મતત્ત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. એટલું ન કરી શકો તો સમ્યગ્દર્શન તો અવશ્ય કરો જ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે. આમ આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે મુખ્યત્વે પરમાત્મતત્ત્વ અને તેના આશ્રયથી પ્રગટતા પર્યાયોનું વર્ણન હોવા છતાં, સાથે સાથે દ્રવ્યગુણપર્યાય, છ દ્રવ્યો, પાંચ ભાવો, વ્યવહારનિશ્ચયનયો, વ્યવહારચારિત્ર, સમ્યગ્દર્શનપ્રાપ્તિમાં પ્રથમ તો અન્ય સમ્યગ્દષ્ટિ જીવની દેશના જ નિમિત્ત હોય (મિથ્યાદષ્ટિ જીવની દેશના નહિ) એવો અબાધિત નિયમ, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ, કેવળજ્ઞાન-કેવળદર્શન, કેવળીનું ઇચ્છારહિતપણું વગેરે અનેક વિષયોનું સંક્ષિપ્ત નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. આ રીતે ઉપરોક્ત પ્રયોજનભૂત વિષયોને પ્રકાશતું આ શાસ્ત્ર વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ કરવા ઇચ્છનાર જીવને મહા ઉપકારી છે. અંતઃતત્ત્વરૂપ અમૃતસાગર પર મીટ માંડી જ્ઞાનાનંદના તરંગો ઉછાળતા મહા મસ્ત મુનિવરોના અંતરવેદનમાંથી નીકળેલા ભાવોથી ભરેલું આ પરમાગમ નંદનવન સમાન આહ્લાદકારી છે. મુનિવરોના હૃદયકમળમાં વિરાજમાન અંતઃતત્ત્વરૂપ અમૃતસાગર પરથી અને શુદ્ધપર્યાયોરૂપ અમૃતઝરણાં ૫૨થી વહેતો શ્રુતરૂપ શીતળ સમીર જાણે કે અમૃતશીકરોથી મુમુક્ષુઓનાં ચિત્તને પરમ શીતળીભૂત કરે છે. આવું શાંતરસમય ૫૨મ આધ્યાત્મિક શાસ્ત્ર આજે પણ વિધમાન છે અને પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા તેનાં અગાધ આધ્યાત્મિક ઊંડાણ પ્રગટ થતાં જાય છે તે આપણું મહા સદ્દભાગ્ય છે. ૫૨મ પૂજ્ય ગુરુદેવને શ્રી નિયમસાર ઉ૫૨ અપાર ભક્તિ છે. તેઓશ્રી કહે છે: ‘પરમ પારિણામિક ભાવને પ્રકાશનાર શ્રી નિયમસાર પરમાગમ અને તેની ટીકાની રચના છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મહા સમર્થ મુનિવરો વડે દ્રવ્ય સાથે પર્યાયની એક્તા સાધતાં સાધતાં થઈ ગઈ છે. જેવાં શાસ્ત્ર અને ટીકા રચાયાં છે તેવું જ સ્વસંવેદન પોતે કરી રહ્યા હતા. પરમ પારિણામિક Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy