SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૫૩ આ હાથીનો જીવ પણ પૂર્વભવમાં વૈરાગ્યથી મૃદુમતિ નામનો મુનિ થયેલો; બીજા એક મહાઋદ્ધિધારી મુનિરાજ બહુ ગુણવાન અને તપસ્વી હતા. તેમણે ચોમાસામાં ચાર માસના ઉપવાસ કરેલા, ને પછી ચોમાસું પૂરું થતાં અન્યત્ર વિહાર કરી ગયા. હાથીનો જીવ-એટલે મૃદુમતિ મુનિ, તે જ્યારે ગામમાં આવ્યા ત્યારે ભૂલથી લોકોએ તેને જ મહા તપસ્વી સમજી લીધા ને તેનું સન્માન કરવા લાગ્યા. તેને ખ્યાલમાં આવ્યું કે લોકો ભ્રમથી મને ઋદ્ધિધારી-તપસ્વી સમજીને મારો આદર કરી રહ્યા છે. –આમ જાણવા છતાં માનના માર્યા તેણે લોકોને સાચી વાત ન કરી, -કે પેલા તપસ્વી મુનિરાજ તો બીજા હતા, ને હું બીજો છું. – શલ્યપૂર્વક માયાચાર કર્યો; તે તેને તિર્યંચની ગતિનું કારણ બન્યું. ત્યાંથી મરીને, મુનિપણાના તપને લીધે પ્રથમ તો તે છઠ્ઠા સ્વર્ગમાં ગયો. ભરતનો જીવ પણ ત્યાં જ હતો; તે બન્ને દેવો મિત્રો હતા. તેમાંથી એક તો આ અયોધ્યાનો રાજપુત્ર ભરત થયો છે, ને બીજો જીવ માયાચારને લીધે આ હાથી થયો છે. તેનું મનોહર રૂપ દેખીને લંકાના રાજા રાવણે તેને પકડયો, ને Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy