SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫] સનતકુમા૨-મુનિએ રોગ કઈ દવાથી મટાડયો ? (ભવરોગનું ઔષધ ) અતિશય રૂપવાળા ચક્રવર્તી સનત કુમારને મુનિદશામાં ભયંકર કોઢનો રોગ થયેલો; ત્યારે એક દેવ વૈદનું રૂપ ધારણ કરીને આવ્યો ને કહ્યું: પ્રભો ! આજ્ઞા આપો તો મારી ઔષધિથી આપનો રોગ એક ક્ષણમાં મટાડી દઉં! ત્યારે મુનિરાજ કહે છે: હે વત્સ! આ શરીરનો કોઢ જેનાથી મટી જાય એવી લબ્ધિ તો મારા થૂંકમાંય છે; પણ મને દેહના રોગની ચિંતા નથી, મારે તો મારા આત્માનો આ ભવરોગ મટાડવો છે... તેનું ઔષધ હોય તો તે રોગ મટાડ! ત્યારે દેવ કહે છે: પ્રભો! એ ભવરોગને મટાડનારું રત્નત્રય-ઔષધ તો આપની પાસે છે. મુનિરાજે રત્નત્રયરૂપ વીતરાગી ઔષધવડે ભવરોગને મટાડયો. આ દષ્ટાંતથી શ્રીગુરુ કહે છે કે હે જીવ! તું દેહની ચિન્તા ન કર; આત્માને દુ:ખી કરનારો ભવરોગ મટાડવાનો ઉપાય કર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008251
Book TitleJain Vartao 01
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy