SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪૯) પ્ર. ૧૩૬-દ્રવ્ય, ગુણ, પર્યાય-ત્રણેના જુદા-જુદા અથવા નાના મોટા આકાર હોય? ઉ. ના; દ્રવ્યનો આકાર તે જ ગુણ અને પર્યાયનો આકાર છે, કારણ કે ત્રણેનું ક્ષેત્ર એક છે; માટે ત્રણેનો આકાર સરખો અને એક છે. પ્ર. ૧૩૭-દ્રવ્ય ત્રિકાળ અને પર્યાય એક સમય પૂરતો છે, તેમાં કોનો આકાર મોટો ? ઉ. બન્નેનો આકાર સરખો છે. પ્ર. ૧૩૮-કેટલીક વસ્તુનો આકાર તો ઘણો કાળ એકસરખો દેખાય છે, તો તેને બદલવામાં કેટલો કાળ લાગતો હશે? ઉ. તેઓ નિરન્તર દરેક સમયે બદલાયા જ કરે છે, પણ સ્કૂલ દષ્ટિથી લાંબો કાળ તેનો એકસરખો આકાર દેખાય છે. પ્ર. ૧૩૯-સોનાના પિંડમાંથી મુકુટ થયો તેમાં કયો ગુણ કારણ છે? ઉ. આકાર થયો તેમાં પ્રદેશત્વ ગુણ અને જૂની અવસ્થા બદલી નવી થઈ તેમાં, દ્રવ્યત્વ ગુણ કારણ છે. પ્ર. ૧૪૦-આ “પુસ્તકમાં છએ સામાન્ય ગુણો ઉતારો. ઉ. (૧) આ પુસ્તકમાં તેના પરમાણુનો કદી નાશ થતો નથી, કેમકે તેમાં અસ્તિત્વ ગુણ છે. (૨) તેમાં અર્થક્રિયા છે, કેમકે તેમાં વસ્તુત્વ ગુણ છે; Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy