SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૪૮) ઉ. ના; કારણ કે (૧) દ્રવ્યમાં અગુરુલઘુત્વ નામનો ગુણ છે, તેથી તેના કોઈ ગુણોની સંખ્યા કદી પણ વધતી કે ઘટતી નથી. (૨) દ્રવ્ય તથા ગુણો તો સદાય બધી હાલતોમાં પૂર્ણ શક્તિવાળા જ રહે છે (૩) પોતાના કારણે ગુણના વર્તમાન પર્યાયમાં જ ફેરફાર (પરિણમન) થાય છે. (૬) પ્રદેશત્વ ગુણ પ્ર. ૧૩૪-પ્રદેશત્વ ગુણ કોને કહે છે? ઉ. જે શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય તેને પ્રદેશત્વ ગુણ કહે છે. પ્ર. ૧૩૫-આત્માને સાકાર તથા નિરાકાર કેવી રીતે કહેવાય? ઉ. પ્રદેશત્વ ગુણના કારણે દરેક આત્માને પોતાનો અરૂપી આકાર છે જ; પણ રૂપી આકાર નથી તે અપેક્ષાએ તે નિરાકાર કહેવાય છે. આત્માનો અરૂપી આકાર ઇન્દ્રિયગમ્ય નથી, એ અપેક્ષાએ નિરાકાર છે અને આત્માનો આકાર જ્ઞાનગમ્ય છે, તેથી તે આકારવાન છે. (મોક્ષમાર્ગપ્રકાશક-પાનું. ૧૧૫) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy