SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૬) એક એક પ્રદેશે રત્નની રાશિ સમાન એક એક ભિન્ન ભિન્ન જ રહે છે. પ્ર. ૨૦-એક પરમાણુ જેવડું બીજું કોઇ નાનું દ્રવ્ય છે? ઉ. હા; કાલાણ, કેમકે પરમાણુ અને કાલાણુ એકપ્રદેશી દ્રવ્ય છે. પ્ર. ૨૧-પ્રદેશ કોને કહે છે? ઉ. એક પુદ્ગલ પરમાણુ, આકાશની જેટલી જગ્યાને રોકે તેટલા ભાગને પ્રદેશ કહે છે. તે એક પ્રદેશવડે બધાંય દ્રવ્યોના ક્ષેત્રનું માપ નક્કી કરવામાં આવે છે. પ્ર. રર-કાલદ્રવ્ય કોને કહે છે? ઉ. પોતપોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતા જીવાદિક દ્રવ્યોને પરિણમનમાં જે નિમિત્ત હોય તેને કાલદ્રવ્ય કહે છે; જેમ કુંભારના ચાકને ઘૂમવામાં લોઢાની ખીલી. પ્ર. ૨૩-કાલના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે:- નિશ્ચયકાલ અને વ્યવહારકાલ. પ્ર. ૨૪-નિશ્ચયકાલ કોને કહે છે? ઉ. કાલદ્રવ્યને નિશ્ચયકાલ કહે છે. લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલાં જ કાલદ્રવ્યો છે અને લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક કાલદ્રવ્ય (કાલાણ) સ્થિત છે. પ્ર. ૨૫-વ્યવહારકાલ કોને કહે છે? Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy