SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકરણ પાંચમું કર્તા-કર્માદિ છ કારક અધિકાર પ્ર. ૩૪૭-કર્તા કોને કહે છે? ઉ. જે સ્વતંત્રતાથી (સ્વાધીનતાથી) પોતાના પરિણામને કરે તે કર્તા છે. [ પ્રત્યેક દ્રવ્ય પોતાનામાં સ્વતંત્ર વ્યાપક હોવાથી પોતાના જ પરિણામનો સ્વતંત્રપણે કર્તા છે. ] પ્ર. ૩૪૮-કર્મ (કાર્ય) કોને કહે છે? ઉ. કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે છે તે પરિણામ તેનું કર્મ છે. પ્ર. ૩૪૯-કરણ કોને કહે છે? ઉ. તે પરિણામના સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે. પ્ર. ૩૫૦-સંપ્રદાન કોને કહે છે? ઉ. કર્મ (પરિણામ-કાર્ય) જેને આપવામાં આવે ત્યા જેને માટે કરવામાં આવે તેને સંપ્રદાન કહે છે. પ્ર. ૩૫૧–અપાદાન કોને કહે છે? ઉ. જેમાંથી કર્મ કરવામાં આવે તે ધ્રુવ વસ્તુને અપાદાન કર્યું છે. પ્ર. ઉપર-અધિકરણ કોને કહે છે? Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy