SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ જ્ઞાયક ભાવ અહા ! જ્ઞાયક ભાવ કે જે એકરૂપ વસ્તુ છે તે શુભાશુભભાવરૂપે થઈ નથી તેથી અપ્રમત્ત, પ્રમત્ત એવા તે ગુણસ્થાનના ભેદો જ્ઞાયક ભાવમાં નથી. એટલે કે ચૈતન્યની એકરૂપરસ-જાણક સ્વભાવની એકરૂપરસ-બીજારૂપે, એ શુભાશુભ ભાવ પણ થયો નથી. પરંતુ એ જ્ઞાયકરૂપે, એકરૂપ રસ રહ્યો નથી. શ્રોતા:- આમાં કાંઈ સમજાતું નથી. પૂ. ગુરુદેવશ્રી:- કાંઈ સમજાતું નથી? અહીં કહે છે કે જ્ઞાયક ભાવ તો ચૈતન્ય સ્વભાવના રસરૂપે જ રહ્યો છે. તેને અચેતનનો અંશ અડ્યો નથી. માટે ચૈતન્યરસ જ્ઞાયકરસઅચેતનના શુભાશુભભાવપણે થયો નથી. અહા ! જ્ઞાયક અસ્તિત્વરસ કે જેની હયાતી શાયકસ્વભાવરૂપ છે તે શુભાશુભભાવપણે થયો નથી. અર્થાત્ શુભાશુભભાવથી તે પૃથક છે. કેમ કે તે જ્ઞાયક ભાવે જ રહ્યો છે. માટે તેને પ્રમત્ત-અપ્રમત્ત એવા ભેદ લાગુ પડતા નથી. અહા ! સમજાણું કાંઈ ? શ્રોતા - અપ્રમત્ત એ અશુદ્ધ પરિણામ? પૂ. ગુરુદેવશ્રી:- હા, કેમ કે તે ભેદ છે ને! કેવળજ્ઞાનનું તેરમું ગુણસ્થાન પણ આત્મામાં નથી. અરે! ચૌદમું ગુણસ્થાન પણ આત્મામાં નથી. કેમ કે તે ભેદ છે ને! તેમ જ તે દરેકમાં ઉદયભાવ પણ છે ને! અહીં કહે છે કે એ જ્ઞાયક ભાવ શુભાશુભભાવપણે થયેલ નથી. તેથી તે અપ્રમત્ત-પ્રમત્ત નથી. અને તેથી તે ગુણસ્થાનના ભેદરૂપ થયેલ નથી. અને છેલ્લે ગાથા ૬૮માં ગુણસ્થાનને તો અચેતન પર્યાય કીધો છે ને? આ તો ભાઈ ! અલૌકિક વાત છે. એણે અનંતકાળમાં Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008240
Book TitleGnaayakbhaav
Original Sutra AuthorN/A
AuthorKahanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size521 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy