SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ ] [દ્રવ્યસંગ્રહ ઉઘોત:- ચંદ્ર, ચંદ્રકાન્તમણિ અને આગીયા (ખદ્યોત નામે પતંગિયા વગેરેનો પ્રકાશ. ઉપયોગઃ- જ્ઞાન અને દર્શનગુણનો વ્યાપાર અથવા ચારિત્ર અપેક્ષાએ શુભ-અશુભ અને શુદ્ધ એમ આચરણના અર્થમાં ચારિત્ર ગુણની ક્રિયાને ઉપયોગ કહેવાય છે. ઉપાધ્યાય પરમેષ્ઠીઃ- તેઓ પણ મુનિના ૨૮ મૂળગુણ તથા નિશ્ચય સમ્યગ્દર્શનાદિ સહિત છે, બાહ્યમાં દિગંબર સૌમ્યમુદ્રાધારી થયા છે. આવા ઉપાધ્યાયના ૨૫ ગુણ, ૧૧ અંગ, ૧૪ પૂર્વને પોતે ભણે છે તથા પાસે રહેનાર મુનિઓને શાસ્ત્રનો અભ્યાસ કરાવે છે. (તે મુનિઓમાં શિક્ષક-અધ્યાપક હોય છે) ઓમ (ૐ):- તેના ઘણા અર્થો થાય છે. તેમાં (૧) ભાવરૂપ ઓમ્ ‘ શુદ્ધાત્મા ’ છે અને તેનો વાચક શબ્દ ' જિનેશ્વરની દિવ્યવાણી ’ છે. (૨) અરહન્ત આદિ પાંચ પરમેષ્ઠીના પ્રથમ અક્ષરોથી બનેલો શબ્દ જેનાથી પાંચ પરમેષ્ઠીનું લક્ષ થઈ શકે છે. કર્તા:- (૧) શુદ્ધ નિશ્ચયનયે રાગાદિરહિત પોતાના શુદ્ધ પરિણામનો અર્થાત શુદ્ધ સ્વભાવનો કર્તા. (૨) નિશ્ચય (અશુદ્ધ નિશ્ચય ) નયે રાગાદિ અશુદ્ધ ચેતન ભાવોનો કર્તા. (૩) વ્યવહારનયે જ્ઞાનાવરણાદિ પુદ્દગલકર્મોનો બંધ કરવાવાળો. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy