SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્થ- સંગ્રહ અઘાતિકર્મ- જે જ્ઞાન, દર્શન, સમ્યકત્વ, ચારિત્ર, વીર્ય આદિ જીવના સ્વભાવના ઘાતમાં નિમિત્ત નથી પણ અવ્યાબાધ, અગુરુલઘુ વગેરે પ્રતિજીવી ગુણોના ઘાતમાં નિમિત્ત છે તે અઘાતિકર્મ કહે છે. તેના નામો-વેદનીય આયુ, નામ અને ગોત્ર. (તેના નિમિત્તથી જીવને બાહ્ય સામગ્રીનો સંબંધ બને છે.) અધિકાર:- પ્રકરણ, પરિચ્છેદ, અધ્યાય. અચક્ષુદર્શન:- નેત્ર સિવાય બાકીની ઇન્દ્રિયો અને મનના સંબંધથી થતાં મતિજ્ઞાન પહેલાં થવાવાળા સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકનને અચક્ષુદર્શન કહે છે. અજીવઃ- સુખ-દુઃખનું જ્ઞાન, હિતનો ઉધમ અને અહિતનો ભય-જેને સદાય( –કદીપણ ) હોતા નથી તેને શ્રમણો અજીવ કહે છે. (અજીવ દ્રવ્યના પાંચ પ્રકાર છે-પુદ્ગલ પરમાણુઓ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ અને કાલાણુ ) (પંચાસ્તિકાય ગા. ૧૨૫) અણુ- સર્વ સ્કંધોનો જે અંતિમ ભાગ તેને પરમાણુ જાણો. તે અવિભાગી, એક, શાશ્વત, મૂર્તપણે ઉપજનારો અને અશબ્દ છે. મૂર્તિત્વ ( રૂપીપણું ) ના કારણભૂત સ્પર્શ-રસ-ગંધવર્ણનો, પરમાણુથી કથનમાત્ર વડે જ ભેદ કરવામાં આવે છે. જે પૃથ્વી, પાણી, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy