SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમ્યગ્દર્શનનું લક્ષણ ] [૧૫૧ ૩. આકાર - વિકલ્પના અર્થોઃ- (૧) આકાર એટલે લાંબું-પહોળું કે ગોળ, ચોરસ આદિ-એમ અહીં અર્થ થતો નથી; પણ જ્ઞાન સાકાર છે એટલે કે જ્ઞાન જ જુદા-જુદા પદાર્થોની તથા તેના સ્વરૂપની મર્યાદા નક્કી કરે છે. (૨) વિકલ્પનો અર્થ અહીં રાગ-(વિ=વિરુદ્ધ, કલ્પ=આચાર) એમ ન કરવો; પણ વિ અર્થાત્ વિશેષ અને કલ્પ અર્થાત્ જાણવું-એ રીતે વિકલ્પનો અર્થ અહીં “જ્ઞાન” સમજવો. ૪. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું કારણકાર્યપણું - જ્ઞાનમાં મિથ્યા તથા સમ્યક–એવી સંજ્ઞા મિથ્યાદર્શનસમ્યગ્દર્શનના નિમિત્તથી થાય છે. જેમ મિથ્યાષ્ટિ કે સમ્યગ્દષ્ટિ સુવર્ણાદિ પદાર્થોને જાણે છે તો સમાન, પરંતુ એ જ જાણપણું મિથ્યાષ્ટિને મિથ્યાજ્ઞાન તથા સમ્યગ્દષ્ટિને સમ્યજ્ઞાન નામ પામે છે. એ જ પ્રમાણે સર્વ મિથ્યાજ્ઞાનસમ્યજ્ઞાનનું (નિમિત્ત) કારણ મિથ્યાદર્શન-સમ્યગ્દર્શન જાણવું. પ્રશ્ન- જ્ઞાન-શ્રદ્ધાન તો યુગપતું હોય છે, તો તેમાં કારણકાર્યપણું કેવી રીતે કહો છો? ઉત્તર- “એ હોય તો એ હોય' એ અપેક્ષાએ કારણકાર્યપણું હોય છે; જેમ દીપક અને પ્રકાશ એ બંને યુગપત હોય છે, તોપણ દીપક હોય તો પ્રકાશ હોય, તેથી દીપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે એ પ્રમાણે અહીં જાણવું. ૧. મોક્ષમાર્ગપ્રકાશક અ. ૪, પૃ. ૯૧. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy