SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ ] [દ્રવ્યસંગ્રહ અખંડજ્ઞાયકભાવની પ્રતીતિ થાય તેને સમ્યગ્દર્શન કહે છે. આ લક્ષણોના અવિનાભાવ સહિત જે શ્રદ્ધા થાય છે, તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. એ પણ ધ્યાનમાં રાખવું કે નિશ્ચયવ્યવહાર સમ્યગ્દર્શન એક જ કાળે થાય છે. વિપરીત અભિનિવેશરહિત આત્મપરિણામ તે નિશ્ચયસમ્યક્ત્વ છે, કારણ કે એ સત્યાર્થ સમ્યક્ત્વનું સ્વરૂપ છે. અને સત્યાર્થનું નામ જ નિશ્ચય છે, તથા એ વિપરીત અભિનિવેશરહિત શ્રદ્ધાનનું (નિમિત્ત ) કારણભૂત શ્રદ્વાન તે વ્યવહારસમ્યક્ત્વ છે. કારણ કે અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે અને ઉપચારનું નામ જ વ્યવહાર છે. ત્યાં જીવને દેવ-ગુરુ-ધર્માદિનું સાચું શ્રદ્ધાન છે અને તેના જ નિમિત્તથી તેના શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ થાય છે. માટે અહીં વિપરીત અભિનિવેશ રહિત શ્રદ્ધાન તે તો નિશ્ચયસમ્યક્ત્વ છે, તથા દેવ-ગુરુધર્માદિનું શ્રદ્ધાન તે વ્યવહારસમ્યક્ત્વ છે. એ પ્રમાણે એક જ કાળમાં તેને બન્ને સમ્યક્ત્વ હોય છે. ૪. ઉપ૨ કહેલ નિશ્ચયસમ્યગ્દર્શનની વ્યાખ્યાનો ખુલાસોઃ(૧) જે જીવને સાચા દેવ-ગુરુ અને ધર્મની પ્રતીતિ હોય તેને સાત તત્ત્વની, સ્વપરની તથા આત્માની શ્રદ્ધા હોય જ, કેમકે સાચા દેવ-ગુરુધર્મની શ્રદ્ધાનું પ્રયોજન સાત તત્ત્વોની શ્રદ્ધા તે છે અને સાત તત્ત્વોની શ્રદ્ધાનું પ્રયોજન-જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ તે સ્વ છે અને અજીવ, આસ્રવ અને બંધ તે ૫૨ છે-એવી શ્રદ્ધા કરવી તે છે. અને સ્વ-૫૨ની Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy