SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ત્રીજા અધિકારની ભૂમિકા] [ ૧૨૫ ૯. આ સંબંધમાં વિશેષ આધારો નીચે મુજબ છે: (૧) શ્રી પ્રવચનસાર-ચરણાનુયોગ અધિકાર, ગા. ૪૮, પૃ. ૩૪૨, શ્રાવકોને પ્રચૂરપણે શુભોપયોગ વર્તે છે, તેથી જો કે તેઓ કોઈ કોઈ કાળે શુદ્ધ ઉપયોગભાવના કરે છે તો પણ શુભોપયોગી કહેવામાં આવે છે. (ભાવના=એકાગ્રતા.) (૨) શ્રી પ્રવચનસાર ગા. ૧૧, પૃ. ૧૩, સં.-રત્નત્રયાત્મક ધર્મ સાગાર-અણગારને હોય છે. (૩) શ્રી ભાવપાહુડ ગા. ૬૬માં કહ્યું છે કે-શ્રાવકપણા તથા મુનિપણાના કારણભૂત ભાવ જ છે. (૪) મોક્ષપાહુડ ગા. ૧૦૬ હિંદી ટીકા, પૃ. ૩૬૦માં કહ્યું છે કે – “એ રીતે સર્વ કર્મના અભાવરૂપ મોક્ષ થાય છે તેનું કારણ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર કહેવાય છે, તેની પ્રાપ્તિ ચોથે ગુણસ્થાને સમ્યક્ત પ્રગટતાં એકદેશ કહીએ.” (૫) નિયમસાર ગા. ૧૪૯, પૃ. ૩૦૦-૩૦૧માં કહ્યું છે કેઅંતરાત્માને નિશ્ચય-આવશ્યક હોય છે, ટીકામાં કહે છે કેઅસંતસમ્યગ્દષ્ટિ જઘન્ય અંતરાત્મા છે એટલે તેને નિશ્ચય-વ્યવહારનયે આવશ્યક હોય છે. (૬) શ્રી યોગીન્દ્રદેવકૃત યોગસાર ગા. ૬૫માં “શ્રાવક હો યા મુનિ હો, જે કોઈ નિજ આત્મામાં વાસ કરે છે તે શીધ્ર સિદ્ધિ-સુખ પામે છે એમ શ્રી જિનવરે કહ્યું છે.' Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy