SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જીવદ્રવ્યના નવ અધિકાર] [પ જીવ-અજીવ ‘જાણવા જોઈએ. આ હેતુથી ગાથા થી૧૪ સુધી જીવના નવ અધિકાર વર્ણવ્યા છે અને ત્યાર પછી ગાથા ૧૫થી ૨૨ સુધી અજીવ અધિકાર વર્ણવ્યો છે. આને જાણ્યા વિના જીવ-અજીવના ભિન્નપણાનું યથાર્થ ભાન થઈ શકે નહીં. (૩) હૈય-ઉપાદેયઃ- શુદ્ઘનયાશ્રિત જીવસ્વરૂપ ઉપાદેય (ગ્રહણ કરવા યોગ્ય, આદરવા યોગ્ય) છે, શેષ (બાકી) સર્વે હૈયૐ (છોડવા યોગ્ય ) છે. એ પ્રમાણે હૈય-ઉપાદેયરૂપ ભાવાર્થ સમજવો. ૨ જીવના નવ અધિકારો શરૂ કરતાં પહેલાં આ શાસ્ત્રમાં કહેલા ‘ નયો ’ સંબંધી ભૂમિકા. આ શાસ્ત્રની વિશિષ્ટતા (૧) આ શાસ્ત્રના કથનની વિશિષ્ટતા એ છે કે-જે જે ગાથાઓમાં ‘ નય ’' કહ્યા છે તે તે ગાથાઓમાં નિશ્ચય અને વ્યવહાર નયોનું કથન એકી સાથે કર્યું છે. તેથી તેનું સ્વરૂપ ટૂંકમાં અહીં આપવામાં આવે છે. ૧. જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક અધિકા૨ ૪ પૃ ૮૨. ૨. જુઓ, બૃહદ્ દ્રવ્યસંગ્રહ પૃ. ૯. આ ગાથાની ટીકામાં કહ્યું છે કે, શાસ્ત્રોનું વ્યાખ્યાન કરવામાં શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ, ભાવાર્થ એ પાંચ પ્રકારો જાણવા જોઈએ. ૩ નિયમસાર ગા. ૩૮-૫૦ તથા તેની ટીકા. નિજશુદ્ધઅંતઃતત્ત્વ ઉપાદેય છે, બીજા બધા ભાવો ય છે. પૃ ૭૮ તથા ૧૦૫. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy