________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાતિસ્મરણજ્ઞાન
અને જિનમંદિરો વગેરેનાં દર્શનથી આશ્ચર્ય થતું હતું, અહા ! કુદરતનું આવું સ્વરૂપ છે! એમ વારંવાર આશ્ચર્ય થયા કરતું હતું.
અચિંત્ય આત્મા કહાન ગુરુદેવના મહિમાવંત ભવો વારંવાર યાદ આવ્યા કરે છે, ને પરમ મહિમાવંત કૃપાળુ ગુરુદેવનાં ચરણોમાં હૃદય ભક્તિથી નમી પડે છે.
શુદ્ધાત્મદ્રવ્યની તેમ જ શુદ્ધ પરિણતિની મુખ્યતા, મહિમા અને શ્રુતચિંતવનની મહિમા લાગવાથી શ્રુતચિંતવન તરફ ઉપયોગનું વલણ રહ્યા કરે અને શુદ્ધાત્મ દેવ મુખ્ય રહીને શુદ્ધ પરિણતિ તરફ પુરુષાર્થની ગતિ, પરિણમનની ગતિ સહજ રહ્યા કરે, તો પણ સહજપણે ઉપયોગની એકાગ્રતા થતાં ઉપયોગ ભવાંતર જોવા તરફ, જાણવા તરફ, મેરુપર્વત, દેવલોક વગેરે જોવા તરફ, જાણવા તરફ ચાલ્યો જાય છે અને શાશ્વતાં જિનાલયોનાં દર્શન થતાં મહિમા બહુ આવે છે.
આ બધો પ્રતાપ શ્રી કૃપાળુ ગુરુદેવનો જ છે.
અપૂર્વ ગુણધારી પૂ. ગુરુદેવનાં ચરણોમાં વારંવાર નમસ્કાર. પરમાગમશાસ્ત્રોના પ્રકાશનાર, અનુપમ શ્રતધારી, જેમની વાણી સુણતાં ચૈતન્યશ્રુત ખૂલે એવા ગુરુદેવની શું મહિમા થાય! જેમણે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર, અષ્ટપાહુડ વગેરે શાસ્ત્રો તથા ધવલ, જયધવલ મહાધવલ વગેરે શાસ્ત્રોની મહિમા પ્રકાશી, તે શાસ્ત્રોની સૂક્ષ્મતાને પ્રકાશનાર, કેવળજ્ઞાન સ્વભાવની સૂક્ષ્મતાનું જ્ઞાન કરાવનાર, જ્ઞાયક દ્રવ્યની
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk