SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનો જ્ઞાનવૈભવ (રાજકોટ, સં. ૨૦૨૭)... બેન (ચંપાબેન) ને તો આમ પ્રત્યક્ષ દેખતાં અંદર એવું થઈ જાય છે, ખેદ આવી જાય છે: અરેરે ! કયાં હતાં ને કયાં આવી ગયાં! અરે, પ્રત્યક્ષ બધું દેખાય છે. અહા! આ સંસાર! આ પ્રાણી! આ દુઃખ !'... ઘણો રૂડો જીવ, બહુ રૂડો જીવ; સંસારને કાંઠે આવેલો, જુદી જ જાતનો. પોતે તો કહે જ નહિ. આ તો એમની ઉંમર થઈ ગઈ ૫૮, શ૨ી૨ સાધારણ, ખોરાક સાધારણ... આ તો કેમ નભે છે!... નામઠામ, ભવિષ્યનાં નામ, તીર્થંકરનું નામ-બધી સિદ્ધ થઈ ગયેલી વાત, (સીમંધર) ભગવાનના મુખે કહેલી. નાના મોઢે આવી વાત લોકોને આકરી લાગે. એક એક, અક્ષરે અક્ષર સિદ્ધ થયેલી. ભરતક્ષેત્ર જેવું ક્ષેત્ર! અત્યારે આવો કાળ! તેમાં આ વાત લોકોને આકરી લાગે. ૧૧૬ ** (શ્રાવણ વદ ૨, સં. ૨૦૨૦) અરે! આ જીવ (બહેનશ્રી ચંપાબેન ) તો કોઈ અલૌકિક છે! વધારે બોલતાં નથી એટલે કંઈ છે નહિ એમ નથી. આ તો ગંભીર દ્રવ્ય છે! એમનો પુરુષાર્થ તો એવો ફાટફાટ ઊપડેલો છે કે જો એ પુરુષ હોત તો કયારના મુનિદીક્ષા લઈ વનજંગલમાં ચાલ્યા જાત, અહીંયાં દેખાત પણ નહિ; શું કરે, સ્ત્રીનો દેહ છે! જેમ માળામાં મણકાનો મે૨ હોય છે તેમ આ તો આખા મંડળના-મણકાના મેર છે. એમનાથી જ મંડળ શોભે છે. એમનાથી તો બધાં હેઠે, હેઠે ને હેઠે છે. ** Please inform us of any errors on [email protected]
SR No.008218
Book TitleBahenshree no Gyanvaibhav
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy